રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 19 એપ્રિલ 2021 (14:06 IST)

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં માત્ર 3 ICU બેડ અને 2 વેન્ટિલેટર જ વધ્યા, સિવિલમાં 95 ટકા બેડ ફુલ

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. એક જ રાતમાં 350થી વધુ દર્દીઓ દાખલ થઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી 159 ખાનગી હોસ્પિટલો અને 19 કોવિડ કેર સેન્ટરમાં 19 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 3 ઓક્સિજન બેડ અને 2 વેન્ટિલેટર જ ખાલી છે. AHNAની વેબસાઈટના દાવા મુજબ 2 વેન્ટિલેટર અને 3 ઓક્સિજન બેડ હજી ખાલી છે જો કે હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પણ હવે મળતા નથી અને હોસ્પિટલો દર્દીને દાખલ કરતી નથી. અમદાવાદમાં 159 ખાનગી હોસ્પિટલ અને 100થી વધુ કોવિડ સેન્ટરમાં 8296 બેડમાંથી 1134 બેડ ખાલી છે જેમાં 159 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 818 જેટલા બેડ ખાલી છે.AHNAની વેબસાઈટ મુજબ 19 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 159 ખાનગી હોસ્પિટલમાં 5578 બેડમાંથી 159 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેન વોર્ડમાં 201 બેડ, HDUમાં 2131, ICUમાં 866 અને ICUમાં વેન્ટિલેટર પર 411 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 425માંથી આઇસોલેન વોર્ડમાં 117બેડ, HDUમાં 115, ICU વેન્ટિલેટર વગરમાં 25 અને વેન્ટિલેટર પર 11 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યા. જ્યારે 19 કોવિડ કેર સેન્ટરમાં 984માંથી આઇસોલેનના 602 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 1309 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 517 બેડ, HDUમાં 518 બેડ, ICU વેન્ટિલેટર વગરમાં 49 અને વેન્ટિલેટર પર 9 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.