સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (11:55 IST)

યુનિવર્સિટી કન્વેનશન સેન્ટર ખાતે શરૂ થનાર 900 બેડની હોસ્પિટલમાં 262 ભરતીઓ માટે વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ થશે

કોરોનાના કેસ વધતા શહેરમાં હોસ્પિટલમાં બેડ પણ ખૂટી પડ્યા છે, જેથી હવે કેન્દ્ર સરકારના DRDOના સહયોગથી રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતેના કન્વેનશન સેન્ટર ખાતે 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવવાની છે. હોસ્પિટલ એક અઠવાડિયા જેટલા સમયમાં ઊભી થશે. જે માટે સ્ટાફની પણ નિમણુંક જરૂરી છે જેથી 8 હોદ્દાઓ માટે 262 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

DRDOના સહયોગથી શરૂ થનાર 900 બેડની કોવિડ હોસ્પિટલ માટે 8 હોદ્દાઓ માટે કરાર આધારિત 3થી 6 માસના ફિક્સ વેતનથી ભરતી કરવામાં આવશે. જે માટે વોલ્ક ઈન ઇન્ટરવ્યૂનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 અને 21 એપ્રિલે બપોરે 3થી 5 દરમિયાન ગૂગલ મીટથી ઇન્ટરવ્યૂ યોજાશે. 06 ફિઝીસિયન, 09 એનેથેસીયા, 20 મેડિકલ ઓફિસર, 200 સ્ટાફ નર્સ, 20 ફિઝિસિયન આસિસ્ટન્ટ, 02 હોસ્પિટલ એડમીનિસ્ટ્રેટીવ, 02 બાયો મેડિકલ એન્જિનિયર, 03 લેબોરેટરી ટેકનીશિયનની ભરતી માટે ઇન્ટરવ્યૂ યોજાશે. જેમને 25 હજારથી 2 લાખ સુધીનો પગાર આપવામાં આવશે.ભરતી પ્રક્રિયા કરાર આધારિત થશે. જેમાં 3થી 6 માસ સુધી ફિક્સ વેતન આધારે ભરતી કરવામાં આવશે. ભરતી કરેલ વ્યક્તિને કોઈ વધારાનું ભઠ્ઠું કે લાભ ચુક્કવામાં નહિ આવે. ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને ઈ મેલ મોકલવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટમાં ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.