સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (16:39 IST)

આણંદ લોકસભા ચૂંટણી 2019 - Anand Lok Sabha Election 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  મિતેષ પટેલ (બીજેપી)  ભરતસિંહ સોલંકી  (કોંગ્રેસ) 
 
અમૂલનું મુખ્ય મથક આણંદમાં (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.
 
માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી. સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે. પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા.  બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.
 
સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા  બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.
અહીં જ અમૂલ મારફત દેશભરમાં 'શ્વેતક્રાંતિ'નાં મંડાણ થયાં હતાં. આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા.
 
ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ સાત વિધાનસભા બેઠક આ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવે છે.
આ બેઠક ઉપર 854202 પુરુષ, 801032 મહિલા, 108 અન્ય સહિત કુલ 1655342 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.