પાટણ લોકસભા ચૂંટણી 2019
મુખ્ય પ્રતિદ્વંદી - ભરતસિંહ ડાભી (ભાજપ) જગદીશ ઠાકોર (કોંગ્રેસ)
ગત વખતે ભાજપના લીલાધર વાઘેલા તથા કૉંગ્રેસના ભાવસિંહ રાઠોડ વચ્ચે ચૂંટણીજંગ થયો હતો. આ વખતે ભાજપે ભરતસિંહ ડાભી, તો કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે.
પાટણમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવને રૂ. 100ની નવી ચલણી નોટ પર સ્થાન આપવામાં આવ્યું હિંદુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું સ્થાન છે.
વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ આ લોકસભા બેઠક હેઠળનાં વિધાનસભા ક્ષેત્રો છે.
936818 પુરુષ, 868384 મહિલા તથા 21 અન્ય સહિત કુલ 1805223 મતદાર નોંધાયેલા છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.