લોકસભાની ચૂંટણી 2019- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું હવે ચિત્ર સ્પષ્ટ, જાણો કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને 6 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે 8 એપ્રિલ ગુજરાતમાં 26 બેઠકોને લઇને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ગુજરાતમાં 26 બેઠકોને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. હવે ગુજરાતમાં 26 બેઠકો પર કુલ 371 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. રાજ્યની 26 લોકસભા બેઠક પર કુલ 572 ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા.તેમાંથી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી વિવિધ નિયમાનુસારની ચકાસણી બાદ 120 ઉમેદવારી પત્રક ખામીયુક્ત હોવાને કારણે ચૂંટણી પંચ દ્વારા તેમને રદ્દ કરી દેવાયા છે. આમ, 8 એપ્રિલ, 2019ના રોજ ગુજરાતમાં 26 લોકસભા બેઠક માટે હવે 371 ઉમેદવાર મેદાનમાં છે. રાજ્યમાં સૌથી ઓછા 11 ઉમેદવારી પત્ર દાહોદ અને વલસાડની બેઠક પર ભરવામાં આવ્યા હતા. જેમાં અનુક્રમે 3 અને 2 ફોર્મ રિજેક્ટ થયા છે. આથી દાહોદની બેઠક પર હવે 7 અને વલસાડની બેઠક પર 9 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે. દાહોદ ઉપરાંત છોટા ઉદેપુરની બેઠક પર પણ માત્ર 8 ઉમેદવાર જ ચૂંટણી મેદાનમાં રહ્યા છે.રાજ્યમાં સૌથી વધુ 48 ઉમેદવારી ફોર્મ સુરેન્દ્રનગર સીટ પર ભરવામાં આવ્યા છે. આ સીટ પર 5 ફોર્મ રિજેક્ટ થઈ ગયા હતા અને થોડા ઉમેદાવરોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી હતી. હવે આ બેઠક પર 31 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે.
બેઠક કુલ ઉમેદવાર
બારડોલી 12
મહેસાણા 12
વલસાડ 9
ગાંધીનગર 17
ભરૂચ 17
રાજકોટ 10
દાહોદ 7
બનાસકાંઠા 14
સુરેન્દ્રનગર 31
જામનગર 28
વડોદરા 13
સાબરકાંઠા 20
અમરેલી 12
અમદાવાદ પૂર્વ 26
અમદાવાદ પશ્વિમ 13
ભાવનગર 10
પોરબંદર 17
ખેડા 7
કચ્છ 10
પાટણ 12
જૂનાગઢ 12
આણંદ 10
પંચમહાલ 6
છોટાઉદેપુર 8
સુરત 13
નવસારી 25
કુલ 371