ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શુક્રવાર, 5 એપ્રિલ 2019 (12:25 IST)

લોકસભા ચૂંટણી 2019-પીએમ મોદી સહિત ૪૦ 'સ્ટાર પ્રચારકો'ની ફોજ ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ ઉતારશે

ગુજરાતમાં ૨૩ એપ્રિલે યોજાનારી લોકસભાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી જેવા રાષ્ટ્રીય પક્ષોએ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપના ૪૦ 'સ્ટાર પ્રચારકો'ની યાદીમાં વડાપ્રધાન નરેદ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કુલ ૪૦નો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના સ્ટાર પ્રચારકોમાં  વિજય રૃપાણી-દેવેન્દ્ર ફડનવીસ-યોગી આદિત્ય નાથ એમ ત્રણ મુખ્યમંત્રી, શિવરાજસિંહ ચૌહાણ-વસુંધરા રાજે સિંધિયા એમ બે પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ, નિર્મલા સિતારમન, મુખ્તાર અબ્બાસ નકવી, મનસુખ માંડવિયા જેવા મંત્રીઓનો સમાવેશ થાય છે. ભાજપના ૪૦ સ્ટાર પ્રચારકોમાંથી ૧૭ સ્થાનિક નેતાઓેનો સામેલ કરાયા છે. જેમાં નીતિન પટેલ, જીતુભાઇ વાઘાણી, ભીખુભાઇ દલસાણિયા, આરસી ફળદુ, રમણ વોરા, હિતુ કનોડિયા, આઇ.કે. જાડેજાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ, મનોજ જોશી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક સાથે ચર્ચામાં આવેલા વિવેક ઓબેરોય એમ ત્રણ અભિનેતાને પણ સ્ટાર પ્રચારકોમાં સામેલ કરાયા છે. બહુજન સમાજ પાર્ટીમાંથી માયાવતી, એનસીપીમાંથી શરદ પવાર, પ્રફુલ પટેલ, સુપ્રિયા સૂલેનો મુખ્યત્વે સમાવેશ થાય છે. કોંગ્રેસ દ્વારા હજુ સુધી ગુજરાત માટે સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા નથી.
ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારકો : નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરૃણ જેટલી, સુષ્મા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડનવીસ, નિર્મલા સિતારમન, ઉમા ભારતી, સ્મૃતિ ઇરાની, યોગી આદિત્ય નાથ, હેમા માલિની, વસુંધરા રાજે સિંધિયા, ઓપી માથુર, વિજય રૃપાણી, નીતિન પટેલ, આઇ.કે. જાડેજા, પુરષોત્તમ રૃપાલા, મનસુખ માંડવિયા, આરસી ફળદુ, હિતુ કનોડિયા, પરેશ રાવલ, મનોજ જોશી, વિવેક ઓબેરોય.