રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: જામજોધપુર , ગુરુવાર, 25 એપ્રિલ 2024 (15:56 IST)

જામજોધપુરમાં પૂનમબેન માડમની રેલીમાં ક્ષત્રિયોએ ભાજપનો વિરોધ કર્યો, પોલીસે અટકાયત કરી

Kshatriyas protest against BJP at Poonambane Madam rally in Jamjodhpur
Kshatriyas protest against BJP at Poonambane Madam rally in Jamjodhpur
ગુજરાતમાં રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા બફાટ બાદ ભાજપને સતત વિરોધનો સામનો કરવો પડ્યો છે.ત્યારે ગઈકાલે રાત્રે જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરના ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યાં હતા અને 'ભાજપ હાય હાય'ના ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. પોલીસે અનેક યુવકોની અટકાયત કરી હતી.
 
પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમની જામજોધપુરમાં રેલી યોજાઈ હતી. જેમાં રાજપૂત સમાજના યુવકોએ ભાજપ વિરૂદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, રાજપૂત સમાજના યુવાનો સભા સ્થળે પહોંચે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી હતી. જામજોધપુર ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
 
રાજપૂત સમાજની મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યાં હતા
ત્રણ દિવસ પહેલા જામનગરમાં રાજપૂત સમાજની મહિલાઓ દ્વારા રૂપાલા અને ભાજપ વિરૂદ્ધ ધરણાં યોજી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્રતીક ઉપવાસ પર શરૂ કરવામાં આવ્યાં હતા. ત્યારે જામનગર ઉપરાંત રાજકોટમાં પણ રાજપૂત સમાજની મહિલાઓએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યાં હતા. રાજપૂત સમાજની મહિલાઓએ હાથમાં પોસ્ટર રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. 'હાકલ કરે છે રાજપૂતાણી, ભાજપ તારાં વળતાં પાણી', 'જય ભવાની ભાજપ જવાની' સહિતનાં સૂત્રો સાથે રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો.