અનુષ્કા-વિરાટની પુત્રી Anvi આટલા કરોડના આલીશન ઘરમાં રહેશે

virushak new home
Last Updated: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (18:38 IST)

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા એક નાનકડી પરીના પેરેંટ્સ બની ગયા છે. વિરાટે જણાવ્યુ છે કે અનુષ્કા અને તેમની પુત્રી બંને સ્વસ્થ છે. ટૂંક સમયમાં જ બંને હોસ્પિટલમાંથી પુત્રીની સાથે ઘરે આવશે.
અમે તમને બતાવી રહ્યા છે વિરુષ્કાના આલીશાન ઘરની એક ઝલક જ્યા તેમની પુત્રી રહેશે.

વિરાટ અને અનુષ્કાનુ આલીશાન ઘર મુંબઈના વર્લીમાં છે. તેમના એપાર્ટમેન્ટનુ નામ છે 'Omkar 1973' લગ્ન પછી 2017માં આ બંને કલાકાર આ ઘરમાં શિફ્ટ થયા હતા. એવી રિપોર્ટ્સ હતી કે બંનેયે લગ્ન પહેલા 2016માં આ ઘર ખરીદ્યુ હતુ.
virushka home
આ એપાર્ટમેંટની કિમંત 34 કરોડ છે. આ આલીશાન ઘર
7,171 સ્ક્વેયર ફીટમાં ફેલાયેલુ છે.

વિરુષ્કાનો ફ્લેટ ઓમકાર 1973 એપાર્ટમેંટમાં 35માં ફ્લોર પર છે.


આ ઘરમાં ચાર બેડરૂમ છે અને પ્રાઈવેટ ટેરેસ છે. ગાર્ડન એરિયા છે અને એક નાનકડુ જીમ પણ છે. ગાર્ડનની તસ્વીર અનુષ્કાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.


કરવા ચોથના અવસર પર પોતાના ટેરેસ પરથી આ કપલે એક તસ્વીર પોસ્ટ કરી હતી.
વિરાટના
ઘરની બહારનો
નજારો ખૂબ જ સુંદર છે. મોટાભાગે આ કપલ પોતાની તસ્વીર પણ પોસ્ટ કરે છે.


ઘરમાં ફોટોશૂટ માટે પણ અનુષ્કા શર્માની ફેવરેટ જગ્યા છે. જ્યાથી આ અભિનેત્રી પ્રીરેડ કાર્પેટ તસ્વીરો ક્લિક કરાવે છે. આ બૈકડ્રોપમાં આ અભિનેત્રી ઘણી બધી તસ્વીરો પોસ્ટ કરી ચુકી છે.
આ આલીશાન
ઘરની બાલકની ખૂબ જ સુંદર છે.
અનુષ્કા અને વિરાટ તહેવાર પ્રસંગે અહી તસ્વીરો પણ ક્લિક કરાવે છે. દિવાળી પર આ કપલે બાલકનીમાં તસ્વીર ક્લિક કરાવી હતી અને ફૈસની સાથે શેયર કરી હતી.

આ પણ વાંચો :