શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (11:48 IST)

વિરાટ-અનુષ્કાની પુત્રીની પ્રથમ તસ્વીર સોશિયલ મીડિયા પર થઈ વાયરલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પરિવારમાં સોમવારે એક નાનકડી પરી આવી. અનુષ્કાએ પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો અને વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટ પર પોસ્ટ કરીને પોતાના પિતા બનવાના સમાચાર ફેંસને શેયર કર્યા. આ ક્યુટ બેબી ગર્લ વિશે સમાચાર ખૂબ ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ અને હવે વિરુષ્કાની પુત્રીની પ્રથમ તસ્વીર પણ સોશિયલ મીડિયા પર આવી ગઈ છે. 
વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ એ પોતાના વૈરિફાઈડ ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર વિરુષ્કાની પુત્રીની પ્રથમ તસ્વીર શેયર કરી છે. જો કે ફોટોઝમાં આ બાળકીના પગ દેખાય રહ્યા છે પણ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ છે. 
 
તસ્વીરને શેયર કરતા વિકાસ કોહલીએ  પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉટ પર લખ્યુ, ખુશીઓ આવી ચુકી છે. પરિવારમાં એક પરીએ પગ મુક્યો છે. તસ્વીર પર વિકાસે અનેક કાર્ટૂન ઈમોજી બનાવતા તેને વેલકમ પણ લખ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ જે પોસ્ટ શેયર કરતા પોતાના પિતા બનવાના સમાચાર શેયર કર્યા હતા એ જ પોસ્ટમાં તેમણે પોતાના પરિવારને થોડી પ્રાઈવેસી આપવાની વાતની પણ અપીલ ફેંસ અને મીડિયાને કરી છે. 
 
વિરાટે માંગી પ્રાઈવેસી - પોસ્ટમાં વિરાટ કોહલીએ લખ્યુ અમે બંનેને આ વાત બતાવતા ખુશી થઈ રહી છે કે આજે બપોરે અમારી ત્યા પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને મંગલકામનાઓના દિલથી આભારી છીએ. 
 
એવુ કહેવાય છે કે બાબા અનંત મહારાજ દ્વારા બંનેના બાળકનુ નામ નક્કી કરવામાં આવે એવી શક્યતા છે. બંનેની જીંદગીમાં આ પહેલા પણ બાબા અનંતની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને કપલ અનેક મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમની સલાહ લેતા રહ્યા છે.