ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 31 ઑક્ટોબર 2018 (12:43 IST)

સરદારના સ્ટેચ્યુના નિર્માણ પાછળના શિલ્પી રામવન સુતારને જાણો

દેશના પ્રથમ ગૃહમંત્રી રહી ચૂકેલા સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલી વિશ્વનું સૌથી ઊંચી મૂર્તિ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું આજે ઉદ્ધાટન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ 182 મીટર ઊંચી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. સરદાર સરોવર ડેમથી લગભગ 3 કિ.મી. દૂર આ સરદાર પટેલની પ્રતિમાં બનાવવામાં આવી છે. 
તો આવો મળીએ દુનિયાની સૌથી ઊંચી આ મૂર્તિ બનાવનાર પદ્મ સન્માન વિજેતા રામવન સુતારને, જે નોઇડામાં રહે છે. વડાપ્રધાન મોદીએ સરદારની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ સ્ટેચ્યુને ઓપ આપનાર 93 વર્ષીય રામવને પ્રતિમા બનાવવાની ટેકનિક અને ખાસ વાતો જણાવી હતી.
રામવન છેલ્લા 4 વર્ષથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે મૂર્તિને તૈયાર કરતી વખતે તે વાતનું ધ્યાન રાખવામાં આવ્યું કે સરદાર પટેલનું લોહ પુરુષવાળું વ્યક્તિત્વ મૂર્તિમાં પણ જોવા મળે છે. મૂર્તિ સાત ભાગોમાં લઈ જઇને ગુજરાતમાં સ્થાપિત કરાઇ છે. તેનું જે મોડેલ તેમણે બનાવ્યું હતું, ત્યારબાદ તેમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. 
મૂળ મોડેલમાં તેમના પગ આગળ-પાછળ હતા, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટમાં બંને પગ એક સાથે છે. ચહેરાની ઊંચાઈ લગભગ 70 ફૂટ છે. બંને ખભાની પહોળાઈ 140 ફૂટ આસપાસ છે. મૂર્તિની અંદર એક લિફ્ટ બનાવાઇ છે. જેમાં બેસીને લોકો લગભગ 400 ફૂટની ઊંચાઇ પર જઇ શકશે. છાતી પાસે લિફ્ટનો દરવાજો ખુલશે. ત્યાં બનેલી એક ગેલેરી દ્વારા લોકો સરદાર પટેલના ચહેરાને નજીકથી જોઈ શકશે.
રામવન સુતારે જણાવ્યું કે કાંસ્યની જેટલી મૂર્તિઓ પણ તૈયાર કરવામાં આવે છે તેમાં 85 ટકા કોપર, 5 ટકા ઝીંક, 5 ટકા ટિન અને 5 ટકા લેડ હોય છે. આ મિશ્રણથી તૈયાર કરવામાં આવતી મૂર્તિઓમાં હજારો વર્ષો સુધી કાટ નથી લાગતો. રામવન સુતારના પુત્ર અનિલ સુતારે આ વાતની પુષ્ટિ કરી છે કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામની 100 ફૂટની જે મૂર્તિની બનાવવામાં આવશે, તેના બે મોડલ યુપી પ્રવાસન મંત્રાલયે માંગ્યા છે. તેને તૈયાર કરીને રાજ્ય સરકારના અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.