રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: શુક્રવાર, 8 જૂન 2018 (16:53 IST)

Web Viral : કોંગ્રેસના નામ પર સોશિયલ મીડિયામાં વાયરલ સાઈન બોર્ડ પાછળની સચ્ચાઈ

વર્તમાન દિવસમાં સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ શેયર થઈ રહ્યો છે. જેના પર લખ્યુ છે ‘Sala Congressi’. 
 
આ તસ્વીરોના વાયરલ થતા જ લોકોની મજેદાર પ્રતિક્રિયાઓ આવવા માંડી છે. લોકો ચટકારા લઈને તેને શેયર કરી રહ્યા છે.  જો કે તેનો સંબંધ ફક્ત ઈટલી સાથે જ છે. 
 
શુ છે આ ‘Sala Congressi’
 
ઉલ્લેખનીય છે કે આ ફોટો ઈટલીના એક હોટલમાં લાગેલ એક સાઈન બોર્ડનો છે.  જેને જોતા એવુ લાગી રહ્યુ છે કે કોઈ રૂમની તરફ ઈશારો કરી રહ્યો છે.   અર્થ જાણવા માટે ‘Sala Congressi’ને જેવુ ગૂગલ ટ્રાંસલેટમાં નાખવામાં આવ્યુ તો જે પરિણામ આવ્યુ તેને જોઈને અમે હેબતાઈ ગયા.  ‘Sala Congressi’ અંગ્રેજી કે હિન્દીનુ નામ નથી. પણ ઈટાલિયન ભાષાનો શબ્દ છે. જેનો મતલબ  હોય છે કૉન્ફ્રેંસ હૉલ. તમે પણ ચોંકી ગયા ને. 
 
3 જૂનના રોજ જેવો જ ડૉ. સુમૈયા શેખે આ ફોટો ટ્વીટ કર્યો, લોકોએ હાથોહાથ આ ફોટો શેયર કરવો શરૂ કરી દીધો અને ત્યાબાદ શરૂ થઈ ગયા મજેદાર ટ્વીટ્સ. તો આવો જોઈએ કેટલાક આવા જ મજેદાર ટ્વીટસ..