1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 8 જુલાઈ 2025 (13:09 IST)

Archita Phukan : કોણ છે Babydoll Archi? સોશિયલ મીડિયા પર કેમ મચાવી છે ધમાલ, જાણો શુ છે હકીકત

Babydoll Archi
Babydoll Archi
Archita Phukan: સોશિયલ મીડિયાથી લઈને ગૂગલ ટ્રેંડમાં એક નામ હાલ સૌથી વધુ ચર્ચામાં છે અને એ છે સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અર્ચિતા ફુકનનુ, જેના વિશે લોકો પાગલની જેમ સર્ચ કરી રહ્યા છે. તેનુ કારણ છે Babydoll Archi, જેના ઈંસ્ટાગ્રામ પર 750K થી વધુ ફોલોઅર્સ છે. એ હકીકતમાં અર્ચિતા ફુકનનુ બતાવાય  રહ્યુ છે. 
 
દેખાવમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ, અર્ચિતા ફુકન Babydoll Archi નામથી રીલ્સ બનાવે છે. તાજેતરમાં, તેની સાડીની એક રીલ Dame Un Grrr saree વાયરલ થઈ હતી. આ રીલને સોશિયલ મીડિયા પર 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હતા.
 
Archita Phukan મૂળ અસમની છે તેની પ્રોફાઇલ બતાવે છે કે તે મૂળ અસમની છે પરંતુ હાલમાં તે તેની સ્ટાઇલ કે સાડી રીલને કારણે લોકોમાં ચર્ચાનો વિષય બની નથી પરંતુ તેનું કારણ કંઈક બીજું છે, જે ખૂબ જ ગંભીર પણ છે.
 
એડલ્ટ સ્ટાર સાથે વાયરલ થઈ Archita Phukan ની તસ્વીર 
 
ખરેખર, અમેરિકન એડલ્ટ ફિલ્મ સ્ટાર Kendra Lust  સાથે અર્ચિતા ફુકનની એક તસવીર વાયરલ થઈ છે, જેના પછી સોશિયલ મીડિયા પર ઘણો હોબાળો મચી ગયો હતો. લોકોએ અર્ચિતા વિશે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું, કોઈએ પૂછ્યું, 'શું તે સોશિયલ મીડિયા influencer નથી પણ કંઈક બીજું?' આખું સોશિયલ મીડિયા આવા જ પ્રશ્નોથી ભરેલું છે.
 
એક  મુલાકાત, એક ફ્રેમ એક ક્ષણ અને મારુ નામ ચર્ચામાં જો કે અર્ચિતાએ આ વિશે સીધો જવાબ ન આપીને ગોળ ગોળ જવાબ આપ્યો છે તેણે ઇન્સ્ટા પર એક પોસ્ટ લખી - 'એક મુલાકાત, એક ફ્રેમ, એક ક્ષણ... અને મારું નામ હેડલાઇન્સમાં છે, મેં કંઈપણ પુષ્ટિ આપી નથી પણ હા, મેં તેનો ઇનકાર પણ નથી કર્યો, કેટલીક વાર્તાઓ કેપ્શનમાં નહીં પણ પ્રકરણોમાં કહેવામાં આવે છે.' 
 
 
 Babydoll Archi રીયલ કેરેક્ટર નથી ? (Archita Phukan) 
અર્ચિતાની આ પોસ્ટ પછી, યુઝર્સ વધુ મૂંઝવણમાં મુકાયા, હાલમાં સોશિયલ મીડિયા પર અર્ચિતા વિશે બકવાસ ચાલી રહ્યો છે પરંતુ તે દરમિયાન કેટલાક લોકો એમ પણ કહે છે કે  Babydoll Archi  રિયલ કેરેક્ટર નથી પરંતુ તે AI જનરેટ કરેલું પાત્ર છે, જે લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યું છે.
 
 
Archita Phukan ના અસ્તિત્વ પર ઉઠાવ્યા સવાલ 
જે બાદ, અર્ચિતાના અસ્તિત્વ પર પ્રશ્નો ઉભા થયા છે. એક યુઝરે એમ પણ કહ્યું કે 'સોશિયલ મીડિયામાં AI જનરેટ કરેલા કેરેક્ટરનુનો સ્કેમ ચાલી રહ્યો છે અને દરેકે તેનાથી બચીને  રહેવું જોઈએ.' હવે શું Babydoll Archi ખરેખર વાસ્તવિક છે કે AI નો ચમત્કાર? આ હજુ સ્પષ્ટ નથી પરંતુ તેમાં કોઈ શંકા નથી કે Babydoll Archi એ ગૂગલ પર હલચલ મચાવી દીધી છે.