સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2022 (14:28 IST)

Year Ender 2022: અયોધ્યા થી મહાકાલ કોરિડોર સુધી વર્ષ 2022ની ચર્ચાઓ બની આ 10 જગ્યાઓ

Year Ender 2022 top religion place: વર્ષ 2022 ખૂબ હલચલવાળુ રહ્યુ છે. દેશ અને દુનિયામાં જ્યાં હિન્દુ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર વધ્યો છે. તેમજ દુનિયાભરના ધર્મ પણ રેશનલ થિંકર્સના નિશાના પર આવી ગયા છે. આ વચ્ચે દુનિયાભરના કેટલાક એવા ધાર્મિક સ્થાન રહ્યા છે. જેણે આખા વિશ્વનુ ધ્યાન તેમની રરફ ખેંચ્યુ છે. આવો જાણીએ દેશ દુનિયાના 10 એવા સ્થાન જે વર્ષભર રહ્યા ચર્ચામાં. 
ayodhya ram mandir
1. અયોધ્યા- આ સ્થાન તો દરેક વર્ષ ચર્ચામા રહે છે. આ વર્ષ સરયૂ નદીના કાંઠે 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવીને પહેલા રેકાર્ડ તોડ્યુ અને સાથે જ બનતિ ભવ્ય રામ મંદિરનો પાયો તૈયાર છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ રામલીલાનુ પણ આયોજન થયુ જેમાં યુક્રેન, રશિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયા કલાકારોએ ભાગ લીધો હતો. 
Gyanvapi Masjid Case
2. જ્ઞાનવાપી- કાશી વિશ્વસનાથ કોરિડોરનુ ઉદઘાટન તો ગયા વર્ષે જ થઈ ગયુ હતુ. પણ આ વર્ષે આ વિસ્તારમા જ્ઞાનવ્યાપી મસ્જીદને લઈને ખૂબ હંગામો થયુ. હિન્દુ દાવાના મુજબ અહી6 શિઅવલિંગ મેળવ્યો. કેટલીક મહિલાઓને અહીં શ્રૃંગાર ગૌરીની પૂજા કરવાની કોર્ટથી પરવાનગી પણ માંગી હતી. કોર્ટએ આ કેસને સુનવણી યોગ્ય માન્યુ. જ્ઞાનવ્યાપી પર વિવાદ અતુઆરે ચાલુ છે. 
3. મહાકાલ કોરિડોર- 11 સેપ્ટેમ્બર 2022ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જૈન માં 12 જ્યોતિલર્લિંગમાંથી સ્થિત મહાકાળ મંદિરના ભવ્ય કોરિડોરનુ ઉદઘાટન કર્યુ. તેમની ભવ્યતાને લઈને આ આખી દુનિયામાં ચર્ચામાં છે. 856 કરોડ રૂપિયાની લાગતથી બનેલા મહાકાલ લોકને જોવા માટે હવે લોકો દેશ અને દુનિયાથી આવી રહ્યા છે. 
4. કેદારનાથ- પૂર પછી કેદારનાથનુ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યાં આસપાસના ઘણા પ્રકારના વિકાસ કાર્યોની સાથે કેદારનાથ સુધી પહોંચવાના સરળ રસ્તા બનાવ્યા. તે કારણે આ વર્ષ રેકાર્ડ તોડ 15 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહોંચ્યા. હેલિકોપ્ટરની સુવિધા પણ ફરી શરૂ કરવામાં આવી છે. કેદારનાથ-બદ્રીનાથ યાત્રા અને હેમકુંડ રોપવે પ્રોજેક્ટ સહિત 3400 કરોડની યોજનાઓ પર કામ શરૂ કર્યું. બદ્રીનાથ અને કેદારનાથમાં પુનઃનિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
 
5. માયાપુર ઈસ્કાન મંદિર - પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં સ્થિત માયાપુરમાં વિશ્વનું સૌથી મોટું ઈસ્કોન મંદિર ખુલ્યું છે, તો લગભગ 1000 કરોડ રૂપિયા  ખર્ચે બનાવેલ છે. તેને દુનિયાનું સૌથી મોટું મંદિર પણ કહેવામાં આવી રહ્યું છે. તેનું કેમ્પસ 700 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરનું નિર્માણ વર્ષ 2024માં પૂર્ણ થવાની 
શક્યતા છે. 
 
6. દુબઈ સ્થિત મંદિર - હાલમાં જ દુબઈમાં હિન્દુ અને શીખ સમુદાય માટે એક ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે વર્ષ 2022માં ખૂબ ચર્ચામાં છે. 5મી ઓક્ટોબર તે 2022 ના રોજ સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. અહીં શીખ અને હિન્દુ બંને સમુદાયોની મૂર્તિઓ સ્થાપિત છે.
 
7. અમેરિકા સ્થિત મંદિર - અમેરિકામાં ઘણા હિન્દુ મંદિરો છે, પરંતુ વર્ષ 2022માં નોર્થ કેરોલિનામાં શ્રી વેંકટેશ્વર મંદિરના નવા 87 ફૂટના ટાવરનું ઉદ્ઘાટન થશે.કરવામાં આવ્યું હતું. સેંકડો ભક્તોની હાજરીમાં નોર્થ કેરોલિનાના ગવર્નર રોય કૂપર દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી વેંકટેશ્વર મંદિર ઉત્તર અમેરિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે.
 
8. બાગેશ્વર ધામ- આખા વર્ષ સોશિયલ મીડિયા સાથે બધી જગ્યા આખી દુનિયામાં જબલપુરની પાસે સ્થિત બાગેશ્વર ધાનના બાલાજી મહારાજન્ય મંદિર ચર્ચામાં રહ્યુ છે. આ સ્થાન મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં સ્થિત છે. આ ધામમાં રામભક્ત હનુમાનજી તેમના શ્રી બાગેશ્વર મહારાજના સ્વરૂપમાં વાસ કરે છે. આ રીતે ગોરબી નરેન્દ્ર સ્થળ પર મોદીએ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેના કારણે આ સમાચારની ખૂબ ચર્ચા થઈ હતી.
 
9.હાગિયા સોફિયા મસ્જીદ - તુર્કીની હાગિયા સોફિયા મસ્જીદ આખુ વર્ષ વિવાદમાં રહી. આ પહેલા ક્યારે ચર્ચ તહતી પછી તેને મસ્જીદમા બદલી દીધું. પછી મ્યુજીયમમાં બદલી નાખ્યુ. જુલાઈ 2020માં તુર્કીના એક હાઈકોર્ટએ 1934ના તે નિર્ણયને રદ્દ કરી નાખ્યો હતો. જેને તે સંગ્રહાલયમાં બદલી નાખ્યો. આ નિર્ણય પછી તેને ફરીથી મસ્જીદમાં બદલી દીધું. આ નિર્ણયએ દુનિયાભરના ઈસાઈઓને ગુસ્સે કરી નાખ્યા હતા. 
 
10. ગીજા ચર્ચ- ઇજિપ્તના ગીઝામાં એક ચર્ચમાં આગ ફાટી નીકળ્યા બાદ મચેલી નાસભાગમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. પ્રાર્થનામાં લગભગ 5 હજાર લોકો એકઠા થયા હતા. મૃતકોમાં ઘણા બધા બાળકો છે.