ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : બુધવાર, 16 ઑક્ટોબર 2024 (18:33 IST)

Maharashtra Assembly Election: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે વોટિંગ અને ક્યારે આવશે ચૂંટણીનુ પરિણામ

Maharashtra Assembly election dates
Maharashtra Assembly election dates
Maharashtra Assembly Election 2024: ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે. ચૂંટણી પંચે માહિતી આપી છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે મતદાન થશે. તે જ સમયે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
 
કુલ 9.63 કરોડ મતદારો
ચૂંટણી પંચે કહ્યું કે મહારાષ્ટ્રમાં 36 જિલ્લામાં કુલ 288 વિધાનસભા બેઠકો છે. જેમાંથી ST બેઠકો 25 અને SC બેઠકો 29 છે. મહારાષ્ટ્રમાં કુલ 9.63 કરોડ મતદારો છે. જેમાં મહિલા મતદારો 4.66 કરોડ અને પુરૂષ મતદારો 4.97 કરોડ છે. રાજ્યમાં કુલ 1 લાખ 186 મતદાન મથકો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો ઘરે બેઠા જ પોતાનો મત આપી શકશે.
 
અહીં  જુઓ સંપૂર્ણ શેડ્યૂલ
ચૂંટણી અધિસૂચના જાહેર થવાની તારીખ- 22.10.2024 (મંગળવાર)
નામાંકન માટેની છેલ્લી તારીખ- 29.10.2024 (મંગળવાર)
નામાંકનની ચકાસણીની તારીખ- 30.10.2024 (બુધવાર)
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ- 04.11.2024 (સોમવાર)
મતદાન તારીખ- 20.11.2024 (બુધવાર)
મતગણતરી તારીખ - 23.11.2024 (શનિવાર)
 
પુરો થઈ રહ્યો છે વિધાનસભાનો કાર્યકાળ 
થોડા દિવસ પહેલા જ ચૂંટણી પંચની ટીમ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનો હિસાબ લેવા ગઈ હતી અને અધિકારીઓ સાથે બેઠક પણ યોજાઈ હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 26 નવેમ્બર સુધીમાં યોજાશે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ પણ નવેમ્બરમાં જ સમાપ્ત થઈ રહ્યો છે.