શરદ પવાર રાજનીતિમાંથી લેશે સંન્યાસ, બોલ્યા નવા લોકોને રાજનીતિ સોંપી દેવી જોઈએ
Sharad Pawar May Retire from Politics: શરદ પવારે ચૂંટણી રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે હુ કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. વિચાર કરીશ કે રાજ્યસભામાં જવુ છે કે નહી. નવી પેઢીને સામે લાવવી જોઈએ. નવા લોકોને પસંદ કરીને રાજનીતિ સોંપવી જોઈએ. હુ એ બતાવવા માંગુ છુ કે હુ હવે સરકારમાં નથી. મારા રાજ્યસભાનો કાર્યકાળ હજુ દોઢ વર્ષનો બાકી છે. ત્યારબાદ રાજ્યસભામાં જવુ છે કે નહી આ વિશે મને વિચાર કરવાની જરૂર છે. 14 ચૂંટણી લડી ચુક્યો છુ. હવે કોઈ ચૂંટણી નહી લડુ. મારે હવે ધારાસભ્ય નથી બનવુ. સાંસદ નથી બનવુ. મને લોકોના સવાલનો હલ કરવાનો છે. જો અમારા વિચારોની સરકાર આવે છે તો સરકાર પાછળ અમે મજબૂતીથી ઉભા રહીશુ.