મૈસૂર-દરભંગા ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રિસ્ટોરેશન કામગીરી હજુ પણ શરૂ
મૈસૂર-દરભંગા ઍક્સપ્રેસ ટ્રેન ગઇકાલે 12 ઑક્ટોબરે એક માલગાડી સાથે ટકરાતાં તેના 12-13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, ચેન્નઈ ડિવિઝન હેઠળ આવતા પોન્નેરી અને કાવરાપેટ્ટાઈ રેલવે-સ્ટેશનો પર રિસ્ટોરેશન અને મરમ્મતની કામગીરી હજુ પણ ચાલુ છે.
આ અકસ્માતને કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. જોકે, કોઈનું મૃત્યુ થયુ ન હતું.
ત્યારબાદ 18 જેટલી ટ્રેન રદ્દ કરી દેવામાં આવી હતી, અને અનેક ટ્રેનને ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.
આજે આ રૂટ પરથી ટ્રેન સંચાલન પૂર્વવત થઈ જાય તેવી શક્યતા છે.