મહાશિવરાત્રી 2023- ઘરે કેવી રીતે બનાવીએ પાર્થિવ શિવલિંગ, જાણો પૂજા વિધિ, નિયમ અને મોટા લાભ
Mahashivratri 2023- જીવનથી સંકળાયેલા કષ્ટ્ને દૂર અને કામનાઓને પૂરા કરવા માટે પાર્થિવ શિવલિંગની પૂજા ક્યારે, કેવી રીતે અને ક્યા કરવી જોઈએ.
સનાતન પરંપરામાં ભગવાન શિવની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે. શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે, જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે. આવા કેટલાક લોકો સોના, ચાંદી, પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે, પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે. આવો જાણીએ શું છે પાર્થિવ પૂજા અને મહાશિવરાત્રિ પર તેને કરવાથી શું ફાયદો થાય છે.
પાર્થિવ શિવલિંગની પૂજા કેવી રીતે કરીએ છે
મહાશિવરાત્રીના પાવન અવસર પર ભગવાન શિવની પાર્થિવ પૂજા માટે સૌથી પહેલા કોઈ પવિત્ર સ્થાન જેમ કે ગંગા કાંઠેની માટી લો અને તેમાં થોડુ ગાયનુ ગોબર ગોળ, માખણ અને ભસ્મ ભેળવીને શિવલિંગ બનાવો. ઘરમાં બનેલા આ પાર્થિવ શિવલિંગની સાઈઝ હંમેશા તમારા અંગુઠાની સાઈઝ જેટલી જ રાખો. પાર્થિવ શિવલિંગ બનાવ્યા બાદ તેની વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરો અને આરતીના અંતે રૂદ્રાભિષેક કરો.
પાર્થિવ શિવલિંગની પૂજાના લાભ
હિં દુ માન્યતા મુજબ કળયુગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબજ શુભ અને કલ્યાણકારી ગણાઈ છે. માન્યતા છે કે પાર્થિવ પૂજા કરવાથી માણસના તમામ પાપો દૂર થઈ જાય છે અને તે તમામ સુખ ભોગવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. મહાશિવરાત્રિ પર પાર્થિવ પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ધન, સુખ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. પાર્થિવ શિવલિંગની પૂજા કરનાર શિવભક્તને જીવનમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.