શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. આજ-કાલ
  4. »
  5. મંથન
Written By જનકસિંહ ઝાલા|

જ્યોતિ બસુનો જીવનદીપ ઓલવાયો...!

ND
N.D
કોમરેડ જ્યોતિ બસુના ન રહેવાથી દેશના ડાબેરી આંદોલનનો એક મહત્વપૂર્ણ સ્તંભ ઢળી પડ્યો છે. તેમના ન રહેવાથી જે ક્ષતિ સર્જાઈ છે, તેની પૂર્તિ થવી અસંભવ છે. બસુ માકપાના એક એવા નેતા રહ્યાં, જે પાર્ટી માટે વિભિન્ન રેકોર્ડ બનાવનારા નેતા સાબિત થયાં. તેમને ભારતમાં ડાબેરી આંદોલનના ‘ચરમ બિંદુ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ભારતીય રાજનીતિના ઈતિહાસ પુરૂષ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નહીં જણાય.

પોતાની વધતી ઉમર છતાં પણ અંતિમ સમય સુધી હાર ન માનનારા કોમરેડ જ્યોતિન્દ્રનાથ બસુ ( જેને આપણે જ્યોતિ બસુના નામથી જાણીએ છીએ) વિષે એ તથ્ય ખાસ કરીને ઉલ્લેખનીય છે કે, તે ગુલામ ભારતના કુખ્યાત જલિયાવાલા બાંગમાં થયેલા હત્યાકાંડના પાંચ વર્ષ પહેલા જન્મયાં હતાં. જ્યોતિ બસુ દેશના એવા પહેલા અને અત્યાર સુધીના અંતિમ વ્યક્તિ હતાં જે રેકોર્ડ 23 વર્ષ સુધી કોઈ રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં.

તે 1977 થી 200 સુધી બંગાળના મુખ્યમંત્રી રહ્યાં અને વર્ષ 1964 માં જ્યારે માકર્સ વાદી કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના થઈ હતી ત્યારે તેમણે પાર્ટીના પોલિત બ્યૂરોમાં સભ્ય બનાવામાં આવ્યાં હતાં. વર્ષ 2008 માં તેમણે સ્વાસ્થ્ય સંબંધી કારણોને પગલે આ પદ છોડી દીધું, પરંતુ સંકટના સમયે પાર્ટીના નેતા તેમને અંતિમ સમય સુધી ન છોડી શક્યાં, કારણ કે, તે પાર્ટીના સંકટમોચનની ભૂમિકામાં પણ એક લાંબા સમય સુધી સક્રિય રહ્યાં.

કદાચ તેઓને લાગતું હતું કે, જ્યોતિ બસુ રાજનીતિમાંથી ભલે નિવૃત થઈ જાય પરંતુ રાજનીતિ તેમને કદી પણ નિવૃત નહીં થવા દે. તે રાજનીતિ અને રાજનીતિજ્ઞોથી પણ મોટા હતાં. જો એવું ન હોત તો વામપંથીઓ(ડાબેરીઓ) અને વામપંથને પાણી પીવડાવીને મેણું મારનારી ભૂતપૂર્વ કોંગ્રેસી અને હવે તૃણમૂલની પ્રમુખ મમતા બેનર્જી પણ સલાહ લેવા માતે તેમની પાસે ન જતી હોત.

બંગાળના વયોવૃદ્ધ અને આદરણીય નેતા જ્યોતિન્દ્રનાથ બસુની જીવનજરમર તરફ એક દૃષ્ટિપાત કરવા જઈએ તો તેમના પિતા પોતાના જમાનાના એક સફળ તબીબ હતાં જે બાંગ્લાદેશના ઢાકા જિલ્લાના એક ગામને છોડીને કોલકત્તા આવ્યાં હતાં. તેમના પુત્ર જ્યોતિન્દ્રએ પ્રેસીડેન્સી કોલેજમાં 1935 માં ત્યારે ડિગ્રી લીધી હતી જ્યારે આજના બુદ્ધિજીવી માકપા નેતાઓએ જન્મ પણ લીધો ન હતો.

જ્યોતિન્દ્રનાથ ઈંગ્લેન્ડ ગયાં અને બૈરિસ્ટર બન્યાં બાદ દેશ પરત ફર્યાં પરંતુ અહીં આવ્યાં પહેલા તેઓ બ્રિટિશ કોમ્પ્યુનિસ્ટ પાર્ટી બનાવનારા ભૂપેશ ગુપ્તાના સંપર્કમાં આવ્યાં અને વામપંથી બની ગયાં. વર્ષ 1940 માં કોમરેડ જ્યોતિ બસૂ મજૂર સંગઠન ચલાવનારા પૂર્ણકાલિક મજૂર નેતા બની ગયાં. રેલવેનું યૂનિયન પણ તેમણે જ બનાવ્યું હતું અને તેમના ઈશારે જ હડતાળ પડ્યાં કરતી હતી. વર્ષ 1946 માં તે પાર્ટી તરફથી ધારાસભ્ય બન્યાં. જ્યારે ભારતીય કોમ્પ્યુનિસ્ટ પાર્ટી વિભાજીત થઈ ત્યારે તે તેના સંસ્થાપક સભ્ય તરીકે શામેલ રહ્યાં હતાં.

રાજ્યમાં પ્રથમ વખત યૂનાઈટેડ ફ્રંટની સરકાર બની તો તેમણે 1967 અને 1969 માં ઉપમુખ્યમંત્રી બનવાનો મૌકો મળ્યો. વર્ષ 1977 માં ડાબેરીઓએ બંગાળ પર કબ્જો કરી લીધો અને જ્યોતિ બસુ મુખ્યમંત્રી બન્યાં અને કેટલાયે દશકાઓ સુધી સત્તાનું સર્વોચ્ચ સુકાન સંભાળતાં રહ્યાં.

વર્ષ 1966 માં તે દેશના વડાપ્રધાન પણ બની શકતા હતાં પરંતુ તત્કાલીન પોલિત બ્યૂરો મહાસચિવ હરકિશનસિંહ સુરજીતના ખોટા નિર્ણયના કારણે દેશમાં એક ડાબેરી વડાપ્રધાન બનવાના માર્ગ પર વિઘ્ન આવી ગયું હતું.

જ્યોતિ બસુને લઈ પણ અનેક વિવાદ સર્જાયેલા અને કહેવામાં આવ્યું કે, તેમનો વામપંથ તેમના પોતાના ઘરમાં જ ન ચાલી શક્યો. ઉલ્લેખનીય છે કે, તેમના પુત્ર ચંદન બસુ એક ઉદ્યોગપતિ બન્યાં અને તેમના પૌત્ર નિશિકાંત બસુએ જ્યોતિ બસુના ઘરને પણ ગેસ્ટ હાઉસમાં ફેરવી નાખ્યું.

નિશિકાંત બસુ એક ડોક્ટર છે પરંતુ તેમને પણ રાજા-રજવાડાઓની જેમ દેશના સૌથી મોટા માકપા નેતાના નિવાસસ્થાનને ગેસ્ટહાઉસમાં ફેરવવામાં થોડો ઘણો પણ સંકોચ ન થયો.

તમે જ વિચારો કે, જે કર્મસ્થળને ડાબેરી આંદોલનનું સ્મારક બનાવવું જોઈતું હતું તે સ્થાન માત્ર નાણા કમાવવાના ઉદ્દેશ્યથી ગેસ્ટ હાઉસમાં ફેરવાઈ ગયું. આ અગાઉ ચંદન બસુની પત્ની રાખીએ તેમાં એક શાળા ખોલી હતી, જે ન ચાલતા તેનો બીજો વ્યાવસાયિક ઉપયોગ કરવા વિષે વિચારવામાં આવ્યું.

બંગાળમાં કેટલાયે મુખ્યમંત્રી થયાં પરંતુ તેમાંથી કોઈનું પણ ઘર હોટલમાં ન ફેરવાયું. બિધાનચંદ્ર રોય, પ્રફુલચંદ્ર સેન, અજય મુખર્જી અને કોંગ્રેસી સિદ્ધાર્થ શંકર રોયના મકાનોનો આ પ્રકારે વ્યવસાયિક ઉપયોગ કરવામાં આવ્યો નથી.

ખૈર હવે જ્યોતિ બસુના એ ઘરના મકાનની વાત શું કરવી જ્યારે તે પોતાનું શરીર રૂપી ભાડે મકાન છોડીને જ ચાલ્યા ગયાં છે. તેમના નિધનથી દેશમાં એક એવી ખોટ પૂરાઈ છે જેને પૂરવી ભાગ્યે જ શક્ય બનશે. ભગવાન જ્યોતિ બસુના આત્માને શાંતિ અર્પે એ જ અભ્યર્થના.