સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (18:06 IST)

Movie Review Total Dhamaal: મગજ પર જોર નાખવાની જરૂર નથી, જાવ અને દિલ ખોલીને હસો

બોલીવુડમાં કૉમેડી ફિલ્મ બનાવનારા નિર્દેશકોની એક જુદી ઓળખ છે. ભલે તે રાજકુમાર હિરાની હોય કે ડેવિડ ઘવન કે પછી ઈન્દ્ર કુમાર, આ બધાની ફિલ્મો પર એક જુદા પ્રકારની છાપ રહે છે. જે તેમની બધી અગાઉની કૉમેડી ફિલ્મોને જોડે છે. ટોટલ ધમાલ ભલે ધમાલ સીરિઝમાં ત્રીજી ફિલ્મ હોય પણ તેની પ્રથમ કે બીજી ધમાલ સાથે કોઈ લેવા દેવા નથી. આ એક સ્ટેંડ અલોન સ્ટોરી છે અને જો કોઈ વસ્તુ આ ત્રણેયને જોડી છે તો એ છે પૈસાની શોધ.  ઈન્દ્ર કુમારના ટ્રેક રેકોર્ડને જોઈને તમે ટોટલ ધમાલ પાસે કોઈ પ્રકારની બૌદ્ધિક કોમેડીની આશા કરી શકતા નથી.  તેમની કોમેડી ભલે જ એકદમ સ્લૈપસ્ટિક ન હોય પણ આ તેમની આસપાસ જ ફરતી રહે છે.  જો તમે આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા નહી રાખો તો પૈસાની વસૂલી થઈ જશે. 
 
ટોટલ ધમાલની સ્ટોરી એક પ્રાણી સંગ્રહાલય ઘરની અંદર 50 કરોડ રૂપિયાની શોધ વિશે છે. 
ફિલ્મ્નની શરૂઆત થાય છે રાધે (અજય દેવગન)અને તેના આસિસ્ટેંટ જૉન (સંજય મિશ્રા)થી.. જે પોલીસ કમિશ્નર (બોમન ઈરાની)ના 50 કરોડ રૂપિયાની ઉપર પોતાનો હાથ સાફ કરી લે છે.  રાધે અને જૉનને તેમનો ડ્રાઈવર પિંટો (મનોજ પાહવા) ખરા સમયે જોઈ જાય છે અને ખરા સમયે દગો આપીને 50 કરોડ સાથે રફૂચક્કર થઈ જાય છે. એક હેલીકોપ્ટર ક્રેશમાં જ્યારે તેમની મોત થઈ જાય છે તો મરતા પહેલા તે અવિનાશ (અનિલ કપૂર), બિંદુ (માધુરી દિક્ષિત), અદિ (અરશદ વારસી), માનવ (જાવેદ જાફરી), લલ્લન (રિતેશ દેશમુખ)ને આ વાત જણાવી દે છે. કે પેલા પૈસા એક પ્રાણી સંગ્રહાલયમાં છુપાવ્યા  છે.   બસ ત્યારબાદ બધા તેની શોધમાં લાગી જાય છે.  અને અનેક પ્રકારની પરેશાનીઓને પાર કરીને તેઓ જનકપુરના આ જેમ તેમ કરીને પ્રાણીસંગ્રહાલયમા પહોંચી જાય છે.  ત્યારબાદ 50 કરોડ શોધવાના પ્રયાસ શરૂ થઈ જાય છે જેની વચ્ચે સામેલ છે  પ્રાણીસંગ્રહલાયના  જાનવરોનો જીવ બચાવવો અને ખુદનો જીવ બચાવવો. 
 
મગજ પર જો તમે જોર નહી નાખો તો સારુ રહેશે. 
 
એક ગોરિલ્લા રિતેશ દેશમુખનો હાથ તોડી નાખે છે અને પછી તેને સીધો પણ કરી દે છે.  રેતીના દળદળમાં જ્યારે અરશદ વારસી ઉતરતો ચાલ્યો જાય છે ત્યારે જાવેદ જાફરી તેને દોરડાને બદલે એક સાંપની મદદથી તેનો જીવ બચાવે છે નએ જ્યારે અનિલ કપૂર એક વાઘને ચેલેંજ કરીને એ બોલે છે કે જો તેણે એક ગુજરાતી સાથે કંઈ પણ વાકું ચુકુ કર્યુ તો તેઓ 1411માઅંથી 11 પણ નહી રહે.   એક સીરિયસ સિનેમા પ્રેમી માટે કદાચ તેને દિલ અને મગજ પર મોટો આઘાત હશે. પણ જો તમે પ્રી કન્સવીડ નોશન્સ લઈને જશો તો સિનેમાના આ બીજા રંગનો તમે આનંદ નહી ઉઠાવી શકો.  મગજ થોડીવાર માટે બાજુ પર મુકી દો અને ફિલ્મના ફ્લો સાથે વહેતા જાવ કદાચ એક મુસ્કાન તમારા ચેહરા પર હંમેશા બની રહેશે. આવી ફિલ્મોની ચીર ફાડ તમે એક હદ પછી કરી શકતા નથી કારણ કે તેનો ઉદ્દ્શ્ય બિલકુલ સ્પષ્ટ છે. - હસાવવુ છે અને મનોરંજન કરવુ છે અને પોતાના આ ઉદ્દેશ્યમાં ટોટલ ધમાલને સફળતા મળે છે. 
રિતેશ દેશમુખ, જૉની લીવર અને અરશદ વારસીની સટીક કોમિક ટાઈમિંગ, અનિલ કપૂર અને સંજય મિશ્રા નિરાશ કરે છે. 
 
અહી આ વાત કહેવી પડશે કે ટોટલ ધમાલ વહી પૈટર્નને ફોલો કરે છે જે પહેલી ધમાલે કરી છે. આ ફિલ્મમાં કેટલાક એવા નામ જોડાયા છે જેને તેમના કોમેડી ટાઈમિંગ માટે ઓળખવામાં આવે ક હ્હે. આ બધા વચ્ચે જો કોઈ પોતાની કોમેડીની અસર છોડી જાય છે તો એ છે રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી અને જૉની લીવર જે ફિલ્મમાં ઘણા ઓછા સમય માટે છે. અનિલ કપૂર પાસેથી વધુ આશા હતી પણ જ્યા સુધી તેમની ટાઈમિંગ ઉભરાઈને સામે આવે છે ત્યા સુધી ફિલ્મનો ક્લાઈમેક્સ પણ આવી જાય છે.  સંજય મિશ્રા પાસે પણ ઘણી આશા હતી પણ આ ફિલ્મમાં તેમની કૉમિક ટાઈમિંગ બિલકુલ ઉભરાઈને આવી નથી.  મનોરંજન આ ફિલ્મ પણ કરે છે પણ ક્યાક ને ક્યાક ધમાલની બરાબરી આ ફિલ્મ નથી કરી શકી.  અરશદ વારસી અને જાવેદ જાફરીએ જ્યા વસ્તુઓને અગાઉની ફિલ્મોમાં છોડી હતી શરૂઆત ત્યાથી જ કરી છે. અજય દેવગનના પાત્રમાં સમજદારી અને કોમેડીનુ મિશ્રણ જોવા મળે છે.  જે ફિલ્મમાં એકદન ફીટ બેસે છે.  માધુરીના કામમાં ઈમાનદારી દેખાય છે. 
 
ટોટલ ધમાલને તમે બાળક્કો સાથે જોશો તો સૌથી વધુ મજા આવશે. 
 
જો કોઈ સમીક્ષક ચાહે તો ટોટલ ધમાલના ધજાગરા ઉડાવી શકે છે પણ એ કરવુ સારુ નહી રહે. કારણ કે બધાને ખબર છે કે ફિલ્મના અભિનેતા શુ કરી રહ્યા છે અને નિર્દેશક કેવા પ્રકારની ફિલ્મ બનાવી રહ્યા છે. આ સાચુ છે કે કેટલાક સીંસ તમને લાગશે કે બળજબરીથી હસાવવા માટે નાખી દીધા છે પણ એ પણ છે કે ખાલી મગજથી જો તમે આ ફિલ્મ જોશો તો તમારા ચેહરા પર હાસ્ય બની રહેશે.  આ ફિલ્મને જોવાની સૌથી સારી રીત છે કે તમે તમારા બાળકો સાથે જાવ.  કદાચ તમારા બાળકોની સ્માઈલ જોઈને તમારા પૈસા વસૂલ થઈ જશે. 
 
બૈનર - અજય દેવગન ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયોજ, મારૂતિ ઈંટરનેશનલ, શ્રી અધિકારી બ્રધર્સ 
નિર્માતા - અશોક ઠાકેરિયા, ઈન્દ્ર કુમાર, અજય દેવગન, શ્રી અધિકારી 
નિર્દેશક - ઈન્દ્ર કુમાર 
કલાકાર - અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, જૉની લીવર, સંજય મિશ્રા, મનોહ પાહવા, પિતોબશ ત્રિપાઠી, ઈશા ગુપ્તા, સોનાક્ષી સિન્હા (આઈટમ સોંગ) 
સેંસર સર્ટિફિકેટ - યુ સમય - 2 કલાક 9 મિનિટ 37 સેકંડ 
રેટિંગ  : 2.5/5