સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (15:49 IST)

Why Cheat India - એજ્યુકેશન સિસ્ટમની ખામીઓ બતાવે છે ફિલ્મ, ઈમરાનનો અભિનય જોવા લાયક

કાસ્ટ - ઈમરાન હાશમી, સ્નિગ્ધદીપ ચેટર્જી અને શ્રેયા ધનવંતરી 
ડાયરેક્ટર - સૌમિક સેન 
પ્રોડ્યૂસર - ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, અતુલ કાસ્વેકાર અને તનુજ ગર્ગ 
મ્યુઝિક - રોચક કોહલી, ગુરૂ રંઘાવા, ક્રસના સોલો, કુણાલ રંગૂલ, અગ્નિ, સૌમિક સેન, નીલ અધિકારી 
રનિંગ ટાઈમ - 2 કલાક 8 મિનિટ
રેટિંગ -3/5 
 
ઈમરાન હાશ્મીની 'વ્હાય ચીટ ઈંડિયા'નો ઉદ્દેશ્ય તો વર્તમાન સમયના હિસાબથી એકદમ યોગ્ય છે. પણ તેનુ એક્ઝીક્યૂશન જૂના ઢંગ પ્રમાણે કરવામાં આવ્યુ છે અને નીરસ છે. આ ફિલ્મ નિર્દેશક સૌમિક સેનનો પ્રયાસ છે જેમા દેશની ત્રુટિપૂર્ણ શિક્ષા પ્રણાલી પર જોરદાર પ્રહાર કરવામાં આવ્યો છે. 
 
શુ છે ફિલ્મમાં ખાસ 
 
એજ્યુકેશન સિસ્ટમની સૌથી મોટી ખામી - રાકેશ સિંહ ઉર્ફ રોકી (ઈમરાન હાશમી) એક એવો ચાલાક માણસ છે જે ગરીબ પણ હોશિયાર અને નિપુણ સ્ટુડેંટ્સને બગડેલા શ્રીમંત બાળકો માટે એંટ્રેસ એક્ઝામ્સ અપાવે છે અને એ શ્રીમંત બાળકોના માતા-પિતા પાસેથી ખૂબ પૈસા વસૂલે છે.  રૉકી ફક્ત રોકડનો જ સોદો કરે છે અને આવુ કરતા તે પકડાય ન જાય એ માટે બધી ચાલબાજી અપનાવે છે.   
 
સત્યેન્દ્ર દુબે ઉર્ફ સત્તૂ (સ્નિગ્ધદીપ ચેટૅર્જી) એક ઉજ્જવલ એંજિનિયરિંગ વિદ્યાર્થી છે. જે પોતાના ગરીબ પણ અતિ મહત્વાકાંક્ષી પિતાના દબાણમાં છે. રોકી હંમેશા સત્યેન્દ્રની કમજોરીનો ફાયદો ઉઠાવીને તેને એવા જાળમાં ફસાવે છે જેનાથી તે ક્યારેય બહાર નથી નીકળી શકતો. આ દરમિયાન સત્યેન્દ્રની બહેન નુપુર (શ્રેયા ધનવંતરી)ને રોકી સાથે પ્રેમ થઈ જાય છે. 
 
રૉકી એજ્યુકેશન સિસ્ટમમાં ખામીઓને સૌથી સારો ઉપયોગ કરે છે તે પોતાના કામ માટે ફાલતૂના કારણ બતાવીને તેને જસ્ટિફાય કરવાની કોશિશ કરે છે. તે અહંકારી છે અને એ જાણે છે કે જ્યારે પણ તે પકડાય છે તો તેમાંથી બહાર કેવી રીતે નીકળવાનુ છે.  રૉકી ત્યાર સુધી અજેય લાગે છે જ્યા સુધી તે એક દિવસ અચાનક ઘટનાઓના એક આશ્ચર્યજનક સમય દરમિયાન અજાણતા જ પકડાય જાય છે. 
 
કમજોર નિર્દેશન જોડાવવા દેતુ નથી 
 
ઈમરાને ફિલ્મમાં સારો અભિનય કર્યો છે. એક ચાલાક માણસના રૂપમાં તે દુનિયાને એ સમજાવવાનો પ્રયાસ કરે છે કે તે જે કરી રહ્યો છે તે સમાજના હિતમાં છે. જો કે નીરસ અને અસંગત પટકથા અને ફીકુ ડાયરેક્શન તમાને રૉકીની યાત્રામાં જોડાતા રોકે છે. સેનના નિર્દેશનમાં એ સમય સ્પાર્ક દેખાય છે જ્યારે તે આ વાત પર જોર આપે છ કે કે એક ક્રિમિનલ પોતાના પરિવાર સાથે જ એવો જ રહે છ જે રીતે આપણે રહીએ છીએ. 
 
રૉકી અને નુપૂરનુ લવ ટ્રેક ફિલ્મમાં વૈલ્યુ એડિશન કરવાના સ્થાન પર બળજબરીથી નાખ્યુ હોય એવુ લાગે છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ તમને એંગેજ રાખે છે. જેમા તમે પૈસાનો સ્વાદ ચાખ્યા પછી સત્તૂનુ પતન જુઓ છો. સેકંડ હાફમાં ટ્વિસ્ટ થયા પછી પણ આ તમને બાંધીને નથી રાખી શકતો. 
 
એક્ટિંગમાં જામ્યા નવા કલાકાર 
 
ફિલ્મમાં ભાઈ બહેનનુ પાત્ર ભજવનારા બંને યુવા કલાકાર સ્નિગ્ધાદીપ ચેટર્જી અને શ્રેયા ધનવંતરીએ સારો અભિનય કર્યો છે. જ્યારે કે શિક્ષા પ્રણાલીમાં ભ્રષ્ટાચારની સ્ટોરી આજે પણ ખૂબ જ પ્રાસંગિક છે બીજી બાજુ સેનનુ ડાયરેક્શન થોડુ વધુ મજબૂત થવુ જોઈએ હતુ. 
 
આ કારણે જુઓ ફિલ્મ 
 
આ ફિલ્મને જુઓ કારણ કે આ એક પ્રાસંગિક વિષય પર જોર આપે છે કે સિસ્ટમને બદલવાની જરૂર કેમ છે. આ દરેક એ બાળકના ભયંકર દબાણને પણ ઉજાગર કરે છે જે મહત્વાકાંક્ષી અને નિયંત્રણમાં રાખનારા ભારતીય માતા-પિતા પોતાના બાળકો પર નાખે છે.