બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 4 ઑક્ટોબર 2024 (13:50 IST)

ઈન્દોર અને સૂરતની જેમ હવે અમદાવાદે પણ સ્વચ્છતામાં ફર્સ્ટ આવવુ જોઈએ - અમિત શાહે અમદાવાદીઓ ને આપ્યો ટારગેટ

amit shah
amit shah
ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે પ્રથમ દિવસે રૂ. 446 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને નવો ટાર્ગેટ પણ આપ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમદાવાદને હવે દેશવ્યાપી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન મળવું જોઈએ. વર્ષ 2023ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે ઈન્દોર સાથે નંબર વન રેન્ક મેળવ્યો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે જણાવ્યું હતું કે અમદાવાદ શહેર આગામી બે વર્ષમાં દેશભરમાં સ્વચ્છતા રેન્કિંગમાં ટોચનું હોવું જોઈએ.
 
અત્યારથી જ શરૂ કરી દો કોશિશ 
શાહે જણાવ્યું હતું કે કામ અત્યારથી જ શરૂ થવું જોઈએ, અને ભલે માત્ર એક વર્ષમાં પરિણામો દેખાતા ન હોય, શહેરે બે વર્ષમાં દેશવ્યાપી સ્વચ્છતામાં ટોચનું સ્થાન હાંસલ કરવાનું લક્ષ્ય નક્કી કરવું જોઈએ. શાહે પ્રવાસના પ્રથમ દિવસે સાંજે આ સંદર્ભે બેઠક પણ યોજી હતી. અમિત શાહે અમદાવાદના રહેવાસીઓને આગામી વર્ષે કેન્દ્રના સ્વચ્છ સર્વેક્ષણમાં શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા મ્યુનિસિપલ સત્તાવાળાઓને સહકાર આપવા વિનંતી કરી હતી. અમદાવાદ શહેરનો એક મોટો ભાગ ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ 2023માં, મધ્યપ્રદેશના ઈન્દોર અને ગુજરાતના સુરતને સંયુક્ત રીતે દેશના સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા હતા.
 
નવી કોર્ટ અને કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન
ગૃહમંત્રી અમિત શાહે તેમની મુલાકાતના પ્રથમ દિવસે અમદાવાદ પોલીસની નવી કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શાહે અત્યંત આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ પોલીસ કમાન્ડ અને કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. શાહે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમના લોકસભા મતવિસ્તારમાં 37,000 કરોડ રૂપિયાના વિકાસ કામો થયા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલા રૂ. 23,951 કરોડના કામો અને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા રૂ. 14,000 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.