શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (11:48 IST)

વડાપ્રધાન મોદી 23મીએ જ અમદાવાદ આવી તૈયારીની સમીક્ષા કરશે

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબુ્રઆરીએ અમદાવાદ આવશે. તેના અગાઉના દિવસે એટલે 23 ફેબુ્રઆરી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચે તેની પૂરી સંભાવના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ક્યારે આવશે તેની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ 23 ફેબુ્રઆરીએ મોડી સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી પહોંચે તેની પૂરી સંભાવના છે. નરેન્દ્ર મોદી આગમન બાદ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદથી આગમન, રોડ શો, સાબરમતી આશ્રમની મુલાકાત, મોટેરામાં યોજાનારા નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમની તૈયારીની સમિક્ષા કરશે. આ ઉપરાંત સલામતી અંગે કઇ-કઇ તકેદારી મેળવવામાં આવી છે તેની પણ માહિતી મેળવશે. ટ્રમ્પના આગમનના દિવસે સવાર સુધી આ બેઠકનો દોર જારી રહેશે. આ પછી સવારે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચી જશે.દરમિયાન અમદાવાદ એરપોર્ટ હવે આગામી સોમવાર સાંજ સુધી એનએસજી કમાન્ડો અને અમેરિકન સિક્યુરિટીના હસ્તક રહેશે. હવે ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટમાં આવતા-જતા વાહનોની પણ જરૂર જણાતા ચકાસણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ વ્યક્તિની હિલચાલ શંકાસ્પદ જણાય તો તેની પણ જડતી લેવામાં આવી રહી છે.