શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: : , બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (10:36 IST)

અમદાવાદ: રવિવારે ચેરિટી વોકમાં ઉભું કરાશે કાર્નિવલ જેવું વાતાવરણ, રૂ.7.33 કરોડ એકત્ર કરાયા

લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ કેળવવા અને લોકોની ભાગીદારી વડે ભંડોળ ઉભુ કરવા 18મી વાર્ષિક મોટીફ ટીટીઈસી ચેરીટી વૉક 2020 અમદાવાદમાં તા.23 ફેબ્રુઆરી, 2020ના રોજ યોજાઈ રહી છે. આ વૉકનો પ્રારંભ એલડી એન્જીનિયરીંગ કોલેજથી થશે. તેમાં 4 કી.મી.ની વૉક અથવા તો 7.5 કી.મી.ની દોડમાં સામેલ થઈ શકાશે. તેના રૂટ હેઠળ શહેરના જે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે તેમાં પીઆરએલ રોડ, એલડી આર્ટસ કોલેજ, આઈઆઈએમએ ફ્લાયઓવર, એએમએ, પાંજરાપોળ, પાસપોર્ટ ઓફિસ અને બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
 
ભંડોળ સીધુ પસંદગીની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ માટે એકત્ર કરવામાં આવશે. 
ટીટીઈસીના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર, ઈન્ડિયા, કૌશલ મહેતા જણાવ્યું હતું કે “અમે વાર્ષિક મોટીફ-ટીટીઈસી ચેરિટી વૉકની સતત 18મી એડિશન રજૂ કરી રહ્યા છીએ. ભારતમાં આ સૌથી જૂની અધિકૃત વૉક, દોડ, સાયક્લીંગ ઈવેન્ટ છે અને અમને તેમાં સામેલ થનાર અને દાતાઓનો જે પ્રેમ અને સહયોગ પ્રાપ્ત થયો છે તેનાથી અમે અત્યંત આનંદિત છીએ. 4000 થી વધુ લોકોની સામેલગિરી સાથે ચાલવુ/ દોડવું તે અદ્દભૂત બાબત છે. એના રૂટમાં અમે ચાર સ્કૂલ બેન્ડ, ઊંટ ગાડામાં ટીટીઈસી ચિયર્સ લીડર્સ, ડ્રમર્સ, ગિટારીસ્ટસ, ચિયરીંગ વોલેન્ટીયર્સ તથા નૃત્ય અને ગેમ્સનો સમાવેશ કરાયો છે. આ બધા દ્વારા એક કાર્નિવલ જેવું વાતાવરણ ઉભુ થશે. અમે આરોગ્ય અંગે જાગૃતિ ઉભી કરીને વંચિત લોકો માટે ભંડોળ એકત્ર કરવામાં સહાયરૂપ થતી આ દોડમાં નામ નોંધાવીને જોડાવા અને આ ઉજવણીનો હિસ્સો બનવા લોકોને અનુરોધ કરીએ છીએ. આપણે બધાં સાથે મળીને તફાવત સર્જીશું.”
18મી વાર્ષિક ચેરિટી વૉકની લાભાર્થી સ્વૈચ્છિક સંસ્થાઓ નીચે મુજબ છેઃ
અનુસંધાન- અમદાવાદના શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારો માટે કામ કરે છે અને મહિલાઓ તથા ભણતા બાળકોને નવતર પ્રકારના પગલાં દ્વારા કલા, રમતો અને પ્રવાસના માધ્યમથી શિખવામાં સહાય કરે છે.
 
કર્મા ફાઉન્ડેશન-  શૈક્ષણિક અને બાળકોના આરોગ્ય, ઘરવિહોણા લોકોને પુનઃવસવાટ, સ્થાનિક સાહિત્ય અને આરોગ્યલક્ષી જાગૃતિ પેદા કરતી સંસ્થા છે.
 
શેઠ સારાભાઈ મગનભાઈ  ટ્રસ્ટ ફંડ- 1912માં સ્થપાયેલ આ ટ્રસ્ટ શેઠ સીએન વિદ્યાવિહાર સંસ્થા ચલાવે  છે, જે ટેકનિકલ, રમતલક્ષી અને સાંસ્કૃતિક શિક્ષણ પૂરૂ પાડે છે.
 
વિચરતા સમુદાય સમર્થન મંચ - વિચરતી અને ડી-નોટિફાઈડ જાતિઓને નાગરિકતા અધિકારો, શિક્ષણ, આરોગ્ય સુવિધાઓ, આવાસ અને આજીવિકાનો સહયોગ પૂરો પાડવામાં સહાય કરે છે.
રૂ.300ની રજીસ્ટ્રેશન ફી સાથે દોડમાં સામેલ થનાર બુકમાયશોડોટકોમમાં અથવા તો નિર્ધારિત સ્થળે નોંધણી કરાવી શકે છે. આ સ્થળોમાં ટીટીઈસી ઈન્ડિયા, એલજે કોલેજ સામે, ઓફ્ફ એસજી રોડ, મકરબા (સવારે 10 થી રાત્રીના 10) / એલડી એન્જીનિયરીંગ કોલેજના મુખ્ય દરવાજાની અંદર (સવારે 8 થી 10 અને સાંજના 4 થી 6), ગુલમોહર પાર્ક મૉલ (સવારે 11 થી રાત્રે 9) / હિમાલયા મૉલ (સવારે 11 થી રાત્રે 9), સીએન સ્પોર્ટ્સ એકેડેમી ગેટ-2, (સવારના 11 થી સાંજના 6 સુધી), ડેકથેલોન એસપી રીંગ રોડ (સાંજના 4 થી 8).
 
નોંધાતા દરેક સભ્ય દીઠ ટીટીઈસી, રૂ.10 લાખની રકમ એકઠી થાય ત્યાં સુધી રૂ.300નો ઉમેરો કરશે. વધુમાં, ટીટીઈસી રૂ.5 લાખનું યોગદાન આપશે (ટીટીઈસીનું કુલ યોગદાન રૂ.15 લાખ થશે).
 
મોટીફ ટીટીઈસી ચેરિટી વૉકની વર્તમાન એડિશનના મુખ્ય સ્પોન્સર્સ નીચે મુજબ છેઃ
પ્રેઝન્ટીંગ સ્પોન્સર- સ્પેક ઈન્ડિયા
પ્રિન્સીપલ સ્પોન્સર- ટીટીઈસી
પ્લેટીનમ સ્પોન્સર- એનોનીમસ, ઈબે, કોટક મહિન્દ્ર બેંક
ગોલ્ડ સ્પોન્સર- આઈઆઈએફએલ વેલ્થ, ખુશી એમ્બિયન્ટ સોલ્યુશન્સ, ધ મિડીયા કાફે અને રિટેઈલમીનોટ.
Airbnb, ક્લેરિસ, ડૉ.જ્યોતિ અનિલ પરીખ, એજીસી નેટવર્કસ લિમિટેડ, નટરાજ આટા મેકર અને સિમ્યુલેશન્સ સિલ્વર સ્પોન્સર છે. 
 કન્ટ્રોલ કેસ, ઈન્ફોસ્ટ્રેચ, પેસ્ટ કન્ટ્રોલ એન્ટરપ્રાઈઝીઝ, સફલ અને સાવી કેન્સવીલે બ્રોન્ઝ સ્પોન્સર છે.
મહત્વના એસોસીએટસ સ્પોન્સર્સમાં જેડબ્લૂ, મેઘા કોમ્યુનિકેશન્સ, શેઠ ઈન્ફો, બ્લેઝનેટ, ગૌતમ કન્સલ્ટન્સી, બેંક ઓફ બરોડા, રૂબીક ઈન્ફોટેક, લોડસ્ટોન સોફ્ટવેર સર્વિસીસ, સન સ્પોર્ટસ, ડેટાટેક કોમ્પ્યુટર્સ, સીટીશોર, એરાઈઝ સોલ્યુશન, ક્યુએક્સ, જયંતિલાલ એન્ડ કંપની, સુનીજ ફાર્માસ્યુટિકલ્સ, ક્રિએટીવ યાત્રા ડોટકોમ અને ન્યૂ અર્બુદા બિલ્ડર્સનો સમાવેશ થાય છે.
 
આ સમારંભ એલડી કોલેજ ઓફ એન્જીનિયરીંગ અને રેડિયો મિર્ચીના સહયોગથી રજૂ થઈ રહ્યો છે. તેના પાર્ટનર્સમાં વાઘબકરી, ગેલન્સ, ઝાયડસ હોસ્પિટલ્સ, રસના અને હાઉસ ઓફ એમજીનો સમાવેશ થાય છે.
 
સ્વૈચ્છિક સંસ્થા પસંદ કરવા માટેની પ્રક્રિયાના સિધ્ધાંતોઃ
 
- તમામ ચેક સીધા લાભાર્થી એનજીઓના નામે લખવામાં આવશે. 
- પછીના વર્ષે કોઈ સ્વૈચ્છિક સંસ્થાનું પુનરાવર્તન નહીં કરાય.
- મોટીફ ટીટીઈસીના કોઈપણ ડિરેક્ટર પસંદ કરાયેલ સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટી નથી