શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (11:44 IST)

Corona Virus ની તપાસ માટે અમદાવાદની મેડિકલ કોલેજમાં લેબ સ્થાપિત, 16માંથી 7 સંક્રમિત

ગુજરાત સરકારે અમદાવાદમાં કોરોના વાયરસની તપાસ માટે લેબની સ્થાપના કરી છે. તેનાથી તપાસનો રિપોર્ટ સમયસર આવી શકશે અને નજીકના રાજ્ય મહારાષ્ટ્રનીએ પુણે અને મુંબઇ સ્થિત લેબ પર કામનો ભાર ઓછો થશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં સૂચિત કરવામાં આવ્યું છે કે લેબ અમદાવદની બીજે મેડિકલ કોલેજમાં શનિવારથી શરૂ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હવે નમૂના પુણે અને મુંબઇની લેબમાં મોકલવા નહી પડે. તેનાથી સમયની બચત થશે. રાજ્ય સરકારે લેબમાં ટેસ્ટ માટે 16 નમૂના મોકલ્યા હતા જેમાંથી 9 સંક્રમિત નથી. 
 
અમદાવાદ, સુરત અને હિંમતનગર હોસ્પિટલોમાંથી મોકલવામાં આવેલા નમૂના સંક્રમિત નથી. કહેવામાં આવ્યું છે કે ચીનથી ગુજરાત પરત ફરનાર 1,044 મુસાફરોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તેમાંથી 411ને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવાનો સમય પુરો થઇ ચૂક્યો છે અને તેમની તબિયત પણ ઠીક છે. અમદાવાદ એરપોર્ટ પર તપાસની સુવિધાઓ છે અને આવનાર દર્દીઓને નિર્દેશોના અનુસાર તપાસ કરવામાં આવી રહી છે. તમામ મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોમાં પૃથક વોર્ડ બનાવવામાં આવ્યા છે. પોર્ટ પર પણ તપાસ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
 
તો બીજી તરફ વુહાનમાં કોરોના વાયરસને લઇને સ્થિતિ ખૂબ દર્દનાક થઇ ગઇ છે. લોકોને ઘરમાંથી બળજબરીપૂર્વક વિશેષ કેંદ્ર મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમણ સતત ફેલાઇ રહ્યો છે.