બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Modified: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (10:18 IST)

નમસ્તે ટ્રમ્પ: આજે અમદાવાદ વન મૉલ દ્વારા અમેરિકન પ્રમુખનું માઈક્રોઆર્ટ પિકટોગ્રાફથી સ્વાગત

અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ઐતિહાસિક મુલાકાતની ઉજવણીમાં સામેલ થઈ  અમદાવાદ વન મૉલ દ્વારા રાઈસગ્રેન વેંકટેશની એક અનોખી માઈક્રોઆર્ટ પિકટોગ્રાફ મેકીંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ વન મૉલના ગ્રાહકોએ 5,000થી વધુ ચોખાના દાણા રંગ્યા હતા. આ રંગેલા ચોખાના દાણા એકત્ર કરીને પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો સુંદર પિકટોગ્રાફ બનાવીને આજે સ્વાગત કરવામાં આવ્યું છે.          
આ પિક્ટોગ્રાફ પ્રેસીડેન્ટ ટ્રમ્પ ભારતની બે દિવસની મુલાકાત દરમ્યાન આજે અમદાવાદમાં આગમનના દિવસે અમદાવાદ વન મૉલના ગ્રાઉન્ડ ફલોર ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યો છે.