રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. નમસ્તે ટ્રમ્પ
Written By
Last Updated : બુધવાર, 19 ફેબ્રુઆરી 2020 (12:18 IST)

ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કરી શકશે? 24મીએ 34 ડિગ્રી તાપમાનની શક્યતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ 24મીએ બપોરે મોટેરા સ્ટેડિયમમાં સંબોધન આપશે. ત્યારે અમદાવાદમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. વોશિંગ્ટનમાં પ્રમાણમાં ઠંડા વાતાવરણમાં રહેતા ટ્રમ્પ અમદાવાદની ગરમી સહન કરી શકશે કે નહીં તે વિચારવાલાયક મુદ્દો છે. વોશિંગ્ટનમાં વર્ષમાં અમુક દિવસો જ 30 ડિગ્રીથી વધુ તાપમાન હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમા હાજરી આપી 11.55 આસપાસ જાહેર સંબોધન કરવાના છે. આ સમયે અમદાવાદમાં 34 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. વોશિંગ્ટન ડી.સી.માં રહેતા ટ્રમ્પ આટલી ગરમીથી ટેવાયેલા ન હોય તે સ્વાભાવિક છે. વોશિંગ્ટનમાં જુલાઇ મહિના અમુક દિવસોમાં તાપમાન 30 ડિગ્રીને પાર થતું હોય છે બાકી ત્યાં પ્રમાણમાં ઠંડું વાતાવરણ હોય છે. આ ઉપરાંત શિયાળાના સમયે ત્યાં -12 ડિગ્રી તાપમાન પણ જોવા મળતું હોય છે.ટ્રમ્પ માટે રોકાણ તેમજ અવરજવર માટે એર કન્ડીશન્ડ વ્યવસ્થાઓ હોઇ શકે છે પરંતુ ગાંધી આશ્રમની મુલાકાત અને સ્ટેડિયમમાં સંબોધન વખતે તેમને અહીંની ગરમી અસહ્ય લાગી શકે. સરકાર માટે આ મોટી સમસ્યા રહેશે.