મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 14 જાન્યુઆરી 2024 (12:11 IST)

Uttarayan - ગુજરાતનુ એક એવુ ગામ જ્યા નથી ઉજવાતી ઉત્તરાયણ

- ગુજરાતમાં અહીં નથી ઉજવાતી ઉત્તરાયણ
- 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ
- યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે.
 
ગુજરાતમાં અહીં નથી ઉજવાતી ઉત્તરાયણ -ધાનેરા તાલુકાના ફતેપુરા ગામે 32 વર્ષથી પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણની લોકો પશુઓને ઘાસચારો નાખી દાન-પૂર્ણ કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે અને જે કોઇ પતંગ ચડાવે તો તેના ઉપર દંડની પણ જોગવાઇ રાખવામાં આવી હોવાથી આ ગામમાં કોઇ પતંગ ચડાવતું નથી. યુવાનો ક્રિકેટ રમી ઉત્તરાયણનો આનંદ માણે છે.
 
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં લોકો ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચડાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ગામના જ નહીં પરંતુ અન્ય ગામથી અહીં આવેલા લોકોને પણ પતંગ ચગાવવાની મંજૂરી આપવામાં આવી નથી. એટલે કે બહારથી પણ અહીં કોઈ પતંગ ચગાવા આવી શકતું નથી
 
ફતેપુરા ગામમાં મોટા ભાગ ના મકાનોની છત પર કઠેડા નથી, અને હેવી વીજ થાંભલા ઓ પણ મકાન ની છત ને અડી ને જ આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના અને વીજ થાંભલા પરથી પતંગ કાઢવા જતા મોત ને ભેટવાના બનાવો ગામમાં બન્યા હતા,આ ગંભીર પરિસ્થિતિ માં ગામ ના બાળકો ના જીવન ની સુરક્ષા માટે 1991માં ગામના વડીલો એ એક ખાસ કાયદો બનાવ્યો હતો. આ કાયદો હતો પતંગ નહિ ચગાવાનો..