શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2020 (07:17 IST)

ચીનની સેના જ્યારે પાછળ નહી હટી તો વાત કરવા ગયા હતા કર્નલ સંતોષ બાબુ, ત્યારે જ તેમના પર હુમલો કર્યો

ગલવાન ઘાટીમાં ચીની સેના સાથે હિંસક ઝડપમાં શહીદ થયેલ કર્નલ બી. સંતોષ બાબૂ સોમવારે ચીની પક્ષ સાથે થયેલ વાતચીતનુ નેતૃત્વ કરી રહ્યા હતા.  પણ સોમવારે મોડી રાત્રે થયેલ હિંસામાં તેઓ શહીદ થઈ ગયા.  મૂળ રીતે તેલંગાનાના સૂર્યપત જીલ્લાના રહેવાસી કર્નલ સંતોષ બાબૂ 16 બિહાર રેજિમેંટના કમાંડિગ ઓફિસર પણ હતા. આ પહેલા પણ તનાવ ઘટાડવા માટે થયેલ અનેક બેઠકોનુ નેતૃત્વ કરી ચુક્યા હતા. 
 
સેના સાથે જોડાયેલ સૂત્રોએ કહ્યુ કે સોમવારની રાત્રે જ્યારે ચીની સેના નક્કી કરેલા કાર્યક્રમ મુજબ પાછળ નહી હટી તો કર્નલ બાબૂ પોતે તેમની સાથે વાત કરવા ગયા હતા.  આ દરમિયાન ચીની પક્ષ તરફથી તેમની સાથે મારઝૂડ શરૂ કરવામાં આવી જ્યારબાદ ભારતીય સૈનિકોએ પણ જવાબ આપ્યો. 
 
તેનાથી બંને બાજુથી હિંસા શરૂ થઈ ગઈ. પત્થર અને દંડા ચાલ્યા. બંને પક્ષમાં અનેક લોકો ઘાયલ થઈ ગયા. અનેક લોકો ગાયબ પણ થયા. જો કે પછી તેઓ પરત આવી ગય. સેના તરફથી સત્તાવાર ચોખવટ થઈ નથી. પણ મંગળવારે મોડી રાત સુધી કેટલાક સૈનિક ગાયબ હતા, જેમની શોધ ચાલી રહી હતી. 
 
કર્નલ સંતોષ બાબુના પરિવારમાં તેમના માતાપિતા, પત્ની અને એક પુત્રી અને એક પુત્ર છે. આ લોહિયાળ લડાઇમાં 16 બિહાર રેજિમેન્ટના બે સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમાં હવાલદારની કે પલાની અને હવાલદાર સુનિલ કુમારનો સમાવેશ થાય છે.
 
ઉલ્લેખનીય છે કે આ લડાઈમાં 20 ભારતીય સૈનિકો શહીદ થવાના સમાચાર છે. સાથે જ 43 જેટલા ચીની સૈનિક પણ માર્યા ગયા છે કે પછી ઘાયલ છે.  તેમને લઈ જવા માટે એલએસી પર ચીની ચૉપર પણ જોવા મળ્યા.