સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2017 (12:00 IST)

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 21 નવજાત બાળકોના મોત,

અમદાવાદમાં શનિવારના રોજ અસારવા ખાતે સ્થિત જાણિતી સિવિલ હોસ્પિટલમાં 9 નવજાત બાળકોના મોત થવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેના કારણે મોટો ઉગ્ર વિરોધ પણ થયો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે રવિવારના રોજ એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું જેમાં રાજ્યની ભાજપ સરકાર પર આરોપ મુકવામાં આવ્યા હતા. 

આ બાબતે હોસ્પિટલ તંત્રનું કહેવું છે કે, બાળકોનાં મોત ગંભીર બીમારીને કારણે થયા હતા, તેમાં હોસ્પિટલની કોઈ ચૂક જવાબદાર નથી. આ ઘટના પછી ડેપ્યુટી કલેક્ટર ઓફ મેડિકલ એજ્યુકેશન આર.કે.દીક્ષીતના નેતૃત્વમાં એક કમિટીની સ્થાપના કરવામાં આવી છે.  ગુજરાત કોંગ્રેસના ઈલેક્શન ઈન-ચાર્જ અશોક ગેહલોતે આ બાબતે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ભાજપશાસિત વધુ એક રાજ્યમાં નવજાત બાળકોનાં મોત થવાની ઘટના બની છે. ભાજપની સરકાર છે તેવા રાજ્યોમાં આ રીતે નાના બાળકોનાં મોત થાય છે, તે બાબતને પાર્ટીએ ગંભીરતાથી લેવી જોઈએ.  26થી 28 ઓક્ટોબર સુધી 3 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 18 બાળકોનાં મોત થયા હતા. શનિવારના રોજ વધુ નવ નવજાત બાળકોએ જીવ ગુમાવ્યા હતા. સરકારી નિવેદન પ્રમાણે, નવમાંથી પાંચ બાળકોને જન્મસમયે જરુર કરતાં ઘણું ઓછું વજન હોવાને કારણે સિવિલમાં લાવવામાં આવ્યા હતા.

અન્ય બાળકો પણ ગંભીર બીમારીથી પીડાતા હતા. આ બાળકોનાં માતાપિતાનો આરોપ છે કે, હોસ્પિટલની લાપરવાહીને કારણે તેમના બાળકોએ જીવ ગુમાવ્યા છે. તેમનો દાવો છે કે, તે સમયે હોસ્પિટલમાં કોઈ સીનિયર ડોક્ટર હાજર નહોતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ રવિવારના રોજ મેડિકલ સુપ્રીટેન્ડન્ટની ઓફિસમાં જઈને હોબાળો કર્યો હતો અને રાજીનામાંની માંગ કરી હતી.

કાર્યકર્તાઓએ તોડફોડ કરવાનો પ્રયત્ન કરતાં પોલીસે લગભગ 50 જેટલાની અટકાયત કરી હતી. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રભાકર આ બાબતે કહ્યું હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે આ વિરોધ રાજકીય કારણોસર થઈ રહ્યા છે. હોસ્પિટલમાં રોજના એવરેજ પાંચથી છ બાળકોનાં મોત થાય છે. પણ નવનો આંકડો એવરેજ કરતાં વધારે છે અને અમે કમિટીની સ્થાપના કરી છે જે તપાસ કરશે.