રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (10:58 IST)

#ProudOfYouISRO - ગળે ભેટતા જ ભાવુક થઈ ગયા પીએમ મોદી અને ઈસરો અધ્યક્ષ સિવન, આંખોમાં આવી ગયા આંસુ

ચંદ્રયાન-2ના લૈંડર વિક્રમનુ ગઈ રાત્રે ચંદ્ર પર ઉતરતી વખતે જમીનના સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. જ્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારની સવારે દેશના નામે રાષ્ટ્રને સંબોધન કરવા માટે ઈસરો સેંટર પહોંચ્યા. અહી તેમણે વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા ઉપરાંત તેમને કહ્યુ કે હુ તમારી સાથે છુ અને આખો દેશ તમારી સાથે છે. પીએમ મોદી જ્યારે બૈગલુરૂના સ્પેસ સેંટરમાંથી બહાર નીકળી રહ્યા હતા તો ઈસરો અધ્યક્ષના સિવનને તેમને ગળે લગાવી લીધા અને આ દરમિયાન ખૂબ ભાવુક થઈ ગયા. ઇસરો ચીફ કે.સિવન ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યા. પીએમ મોદીએ ઇસરો ચીફને ગળે લગાડી હિંમત આપી. પીએમે ઇસરો ચીફની પીઠ થપથપાવી, તેમને ગળે લગાવ્યા અને તેમને હિંમત રાખવા કહ્યું હતું.
 
એક વખત ફરી ઈસરોના મુખ્યાલય પહોંચ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધિત કરતા કહ્યું કે આપણ નિશ્ચિત રીતે સફળ થઈશું. આ મિશનના આગલા પ્રયાસમાં પણ અને તે બાદના પ્રયાસમાં પણ સફળતા આપણી સાથે હશે. તમે લોકો માખણ પર લકીર દોરનારા નથી તમે પથ્થર પર લકીર ખેંચનારા લોકો છો. એ તમે લોકો જ છો જેમણે પ્રથમ પ્રયાસમાં જ મંગળ ગ્રહ પર ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. એ પહેલાં દુનિયામાં આ પ્રકારની ઉપલબ્ધિ કોઈના નામે ન હતી.
ચંદ્રયાન-2 : એ છેલ્લી 15 મિનિટ જ્યારે વિક્રમ લૅન્ડર સાથે સંપર્ક તૂટી ગયો સંપર્ક તૂટવા સમયે પણ મોદી વૈજ્ઞાનિકો સાથે હતા ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકની ઉપલબ્ધિને જોવા માટે અને તેમનો ઉત્સાહ વધારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુમાં આવેલા ઈસરોના મુખ્યાલયે પહોંચ્યા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું અને વૈજ્ઞાનિકો લૅન્ડર વિક્રમને સપાટીની નજીક પહોંચવાની દરેક ક્ષણ પર નજર રાખી રહ્યા હતા. જોકે, અંતિમક્ષણોમાં ઈસરોના કેન્દ્રમાં તણાવ જેવી સ્થિતિ બની ગઈ અને વૈજ્ઞાનિકોના ચહેરા પર ચિંતાની લકીરો દેખાવા લાગી.
 
થોડીવાર બાદ ઈસરોના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે આવ્યા અને તેમને આ મામલે જાણકારી આપી જે બાદ ઈસરોના અધ્યક્ષે દેશને જણાવ્યું કે ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વૈજ્ઞાનિકોની વચ્ચે ગયા અને તેમને હિંમત આપતા કહ્યું, "જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે."
"હું જોઈ રહ્યો હતો જ્યારે કૉમ્યુનિકેશન ઑફ થઈ ગયું હતું, પરંતુ આ કોઈ નાની ઉપલબ્ધિ નથી. દેશને તમારા પર ગર્વ છે અને તમારી મહેનતે ખૂબ શીખવ્યું પણ છે."
 
"મારા તરફથી તમને અભિનંદન, તમે દેશની ઉત્તમ સેવા કરી છે, વિજ્ઞાનની ખૂબ મોટી સેવા કરી છે, માનવજાતિની ખૂબ મોટી સેવા કરી છે."
 
"આ પડાવ પરથી પણ આપણે ઘણું બધું જાણવા મળ્યું છે, આગળ પણ આપણી યાત્રા ચાલુ રહેશે અને હું સંપૂર્ણરીતે તમારી સાથે છું."
 
લૅન્ડિંગ માટે ચંદ્રના દક્ષિણ ધ્રુવને પસંદ કરવા માટે બે કારણો છે. એક એ કે તેના કારણે આપણને એ જાણવા મળશે કે ત્યાંની માટી ઉત્તર ધ્રુવ જેવી છે કે કેમ. તેનાથી સોલર સિસ્ટમની ઉત્પત્તિને સમજવામાં પણ આપણને મહત્ત્વની જાણકારી મળે તેમ છે. બીજું કારણ એ કે ત્યાં પાણી છે કે કેમ તે જાણવા મળી શકે તેમ છે. પાણી છે તો કેટલું છે અને તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેની જાણકારી એકઠી કરી શકાય છે.
 
આ સવાલ વિજ્ઞાનીઓ માટે લાંબા સમયથી ઉત્સુકતાનો વિષય છે, કેમ કે ત્યાં પાણી મળશે તો ચંદ્ર પર વસાહત કરવા માટેનો રસ્તો ખૂલી શકે છે. આ ઉપરાંત અંતરિક્ષમાં વધુ આગળના અભિયાન માટે લૉન્ચ પેડ તરીકે પણ ચંદ્રની ભૂમિનો ઉપયોગ થઈ શકે છે.