મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (11:01 IST)

Top News: ચંદ્રયાન-2 : ભારતનું મૂન મિશન આજે બપોરે લૉન્ચ થશે

ભારતનું ચંદ્ર પર જવાનું મિશન ચંદ્રયાન-2 આજે બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થશે. ગત અઠવાડિયે ટેકનિકલ કારણસર ચંદ્રયાન લૉન્ચ થઈ શક્યું નહોતું.
ઇન્ડિયન એક્સ્પ્રેસના અહેવાલ મુજબ ઈસરોના એક પૂર્વ વૈજ્ઞાનિકે જણાવ્યા અનુસાર, "આ મહિનામાં 9 જુલાઈથી 16 જુલાઈ વચ્ચેનો સમય મિશન લૉન્ચ કરવા માટે આદર્શ હતો."
"સોમવારે વૈજ્ઞાનિકો પાસે યાન લૉન્ચ કરવા માટે માત્ર જૂજ મિનિટોની તક હશે, જેમાં અતિશય ચોકસાઈ સાથે કામ કરવું પડશે. આ વખતે મોડું કરવાનો સમય નહીં હોય તેથી જ બધી જ તૈયારીઓ સાથે સજ્જ રહેવું પડશે."
16 જુલાઈના રોજ સવારે લૉન્ચ કરવાના બે કલાક પહેલાં વૈજ્ઞાનિકોને હિલિયમની ગૅસ ચૅમ્બરમાં દબાણ ઘટતું જણાતા આ મિશન રોકી દેવાયું હતું. વિલંબ છતાં આ યાન 6 સપ્ટેમ્બરે જ ચંદ્ર પર પહોંચશે, હવે તેનો માર્ગ બદલવામાં આવ્યો છે.
ચંદ્રયાન-1 એ ચંદ્રની સપાટી પર પાણીના અવશેષોના પુરાવા આપ્યા હતા, તેથી વિશ્વના વૈજ્ઞાનિકોની નજર ચંદ્રયાન-2 પર છે.