VHP કાર્યકર્તાએ મુસ્લિમ ડ્રાઈવરને કારણે કેંસલ કરી ઓલા કૈબ, કંપનીએ આપ્યો આ જવાબ
. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી વિશ્વ હિન્દુ પરિષદના નેતા અભિષેકે ઓલા દ્વારા કૈબ બુક કરી. બુકિંગ કંફર્મ થયા પછી જ્યારે તેણે જોયુ કે ડ્રાઈવર મુસ્લિમ છે તો તેણે બુકિંગ કેંસલ કરી નાખી. બુકિંગ કેંસલ કરવાને લઈને તેણે કહ્યુ કે ડ્રાઈવર મુસ્લિમ છે. તેથી હુ બુકિંગ કેન્સલ કરુ છુ. બુકિંગ કેંસલ કરવાને લઈને આપેલ કારણના જવાબમાં ઓલાએ પણ ટ્વિટ કર્યુ કે કૈબ કંપની સેક્યુલર પ્લેટફોર્મ છે. કંપની પોતાના ડ્રાઈવર અમે કસ્ટમર સાથે ધર્મ લિંગ અને જાતિના આધાર પર ભેદભાવ કરતી નથી. બુકિંગ કેંસલ કરાવ્યા પછી અભિષેકે લખ્યુ કે હું મારા પૈસા જેહાદીઓને આપવા માંગતો નથી. સાથે જ તેનો તેણે સ્ક્રીન શૉટ પણ ટ્વીટ કર્યો.
થોડા દિવસ પહેલા એક મહિલાએ ભગવાન હનુમાનના પોસ્ટરવાળી કૈબમાં ટ્રાવેલ ન કરવાની સલાહ આપી હતી. તેણે પણ બુકિંગ કેંસલ કરી દીધુ અને કહ્યુ હતુ કે હુ રેપ ટેરરિજ્મને પ્રોત્સાહન આપવા માટે રેપિસ્ટોઅના પેટ ભરવા માટે પૈસા આપી શકતી નથી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે અભિષેક એ ટ્વીટના જવાબમાં આ કામ કર્યુ છે.
અભિષેકે એક ટ્વીટનો સ્ક્રીન શોટ પોતાના એકાઉંટ પરથી ટ્વીટ કર્યો છે. જેમા રેશમી આર નાયર જે બેંગલુરુની રહેનારી છે તેણે 16 એપ્રિલના રોજ ઉબરની કૈબ એ માટે કેંસલ કરી હતી કારણ કે તેનો ડ્રાઈવર હિન્દુ હતો અને કૈબ પર રુદ્ર હનુમાનની પોસ્ટર લાગી હતી. રેશમી નાયરે ટ્વીટ કર્યુ કે હુ બેંગલુરુના રસ્તા પર મોડી રાત્રે કૈબ દ્વારા મુસાફરી કરુ છુ. મારા જેવી અનેક છોકરીઓ અને મહિલાઓ મોડી રાત્રે એકલી કૈબમાં ટ્રાવેલ કરે છે. પણ અમારી જેવી છોકરીઓ કટ્ટર હિંદુત્વવાળા લોકોથી ગભરાય છે. કારણ કે હિંદુત્વના નેતા રેપની ઘટનાઓનુ સમર્થન કરે છે.
ઠીક એ જ રીતે એસકે આબિદ હસને એક સ્ક્રીન શૉટ શેયર કર્યો હતો. તેણે સ્ક્રીન શૉટને અભિષેક ટ્વીટ કર્યો. સ્ક્રીન શૉટમાં આબિદે કહ્યુ કે હુ કલકત્તા સ્ટેશન પરથી ઉબર કૈબમાં ટ્રેવલ કરી રહ્યો હતો. મે જોયુ કે મા કાલીની પાસે બજરંગ બલીની ફોટો લાગેલી હતી. ટ્રિપ સમાપ્ત થતા જ મે ડ્રાઈવરને એક સ્ટાર આપ્યો. આ સ્ક્રીન શૉટ સાથે અભિષેકે કહ્યુ કે જ્યારે એક મુસ્લિમ આ પ્રકારની હરકત કરે છે ત્યારે કેમ કોઈ કશુ બોલતુ નથી ?