શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : મંગળવાર, 6 ઑગસ્ટ 2024 (16:58 IST)

હિન્દુઓના ઘર પર હુમલો, મહિલાઓનું કર્યું અપહરણ

બાંગ્લાદેશમાં હિંસા થંબાવવાનુ નામ નથી લઈ રહી છે. શેખ હસીનાના બાંગ્લાદેશથી ગયા પછી પણ આંદોલનકારીઓ શાંત થતા નથી. આજે ઈસ્કોન સહિત અનેક મંદિરોને નિશાન બનાવ્યા બાદ હવે બાંગ્લાદેશના ઈસ્લામવાદીઓએ હિન્દુઓના ઘરો પર પણ હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.
 
ઘરની મહિલાઓની સાથે અભદ્રતા કરવાની સાથે તેમનો અપહરણ કરવાના પણ મામલા સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર હિન્દુ ઘર પર હુલમાનો એક વીડિયો તીવ્રતાથી વાયરલ થઈ રહ્યુ છે. 
 
બાંગ્લાદેશમાં સર્વત્ર અરાજકતા
બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનના નામે સર્વત્ર અરાજકતા ફેલાઈ ગઈ છે. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિંદુ સમુદાય સામે આતંક અને હિંસા ફેલાવવા માટે રાજકીય ઉથલપાથલનો ફાયદો ઉઠાવ્યો છે.
કેટલીક જગ્યાએ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે તો કેટલીક જગ્યાએ હિન્દુઓના ઘરોને બાળવામાં આવી રહ્યા છે. ઘરોમાં ઘૂસીને લૂંટાઈ રહી છે અને હિંદુ મહિલાઓનું અપહરણ થઈ રહ્યું છે. પોલીસ અને સેના પણ અરાજકતાને રોકવામાં અસમર્થ.