મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 9 જુલાઈ 2024 (12:31 IST)

ફરાળી થાળી રેસીપી

ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
 
રાજગરાની પૂરી

સામગ્રી
200 ગ્રામ રાજગરા નો લોટ
1 ચમચી મીઠું સ્વાદાનુસાર
1 ગ્લાસ પાણી
તેલ તળવા માટે
 
બનાવવાની રીત
રાજગરા પૂરી બનાવવા માટે રાજગરાનો લોટ, મીઠું નાખી ને બાંધી લો થોડો કણક બાંધવો. 
નાની ગોળ પૂરી વણી 
કડાઈમાં તેલ ગરમ કરી તળી લો.
 
ફરાળી વાનગી- બટાકા શક્કરિયાની સુકી ભાજી 

સામગ્રી
શક્કરિયા 2, બાફેલા
બટાકા 2 બાફેલા
કાળા તલ
જીરું
હિંગ
મીઠો લીમડો
 
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ વઘાર માટે, કાળા તલ, મીઠો લીમડો વઘાર કરી શક્કરિયા, બટાકા ના ટુકડા કરી લો.આદુ મરચાં ની પેસ્ટ ઉમેરો, મીઠો સુકી ભાજી મિક્ષ કરીને મીઠું હળદર મરચું 
 
પાઉડર મરી પાઉડર ઉમેરીને તૈયાર કરો. બટાકા ની સુકી ભાજી
 
raita
કાકડીનું રાયતુ 
250 ગ્રામ કાકડી
1 બાઉલ દહીં
સ્વાદ મુજબ સિંધવ
1/2 ચમચી મરી પાઉડર
1/2 ચમચી જીરૂ પાઉડર
 
કાકડીને છીણી લો. પછી એક મોટા બાઉલમાં દહીં વલોવી. હવે તેમાં બધા મસાલા એડ કરી છીણેલી કાકડી નાખીને મિક્સ કરો. તૈયાર છે કાકડીનું રાયતુ


આ તૈયાર છે તમારી ફરાળી થાળી 

Edited By- Monica sahu