શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (00:30 IST)

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રિક્ષાચાલકના ઘરે તેની જ રિક્ષામાં બેસીને ગયા

kejriwal
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણીનગરમાં રીક્ષાચાલક વિક્રમ દંતાણીના ઘરે આજે રાત્રે જમવા રવાના થયા હતા, ત્યારે તેઓ તાજ સ્કાયલાઈન હોટલથી વિક્રમ દંતાણીની રીક્ષામાં તેના ઘરે આવવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પોલીસ દ્વારા તેમને રીક્ષામાં ન જઈ શકે તેના માટે પોલીસે અટકાવ્યા હતા, પરંતુ લેખિતમાં સુરક્ષાને લઈ અને બાહેધરી આપી હતી. ત્યારબાદ તેઓ રીક્ષામાં ઘાટલોડિયા આવવા માટે નીકળ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી રીક્ષામાં બેઠા હતા.

ઘાટલોડિયા વિસ્તારમાં દંતાણી નગરમાં રીક્ષા ચાલકના ઘરે તેની જ રીક્ષામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહોંચ્યા હતા. આ પહેલાં પોલીસ અને તેમની વચ્ચે થોડી બબાલ થઈ હતી. હોટલ તાજ સ્કાઈલાઈન ખાતે પ્રોટોકોલને કારણે તેમને રીક્ષામાં બેસતા રોક્યા હતા. કેજરીવાલે બાયધરી આપતા રીક્ષામાં ત્યાંથી પોલીસ એસ્કોર્ટ સાથે ઘાટલોડિયા રીક્ષાચાલકના ઘરે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો એકઠા થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે કેજરીવાલને કોર્ડન કરીને લઈ ગયા ત્યારે લોકોની ભીડે તેમને ધક્કે ચડાવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ બેકાબૂ બનતાં થોડીવાર માટે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ કેજરીવાલ, ઈટાલીયા, ઈસુદાન અને રાજ્યગુરૂ રીક્ષાચાલક સાથે જમ્યાં હતા. અરવિંદ કેજરીવાલે તેના ઘરે જમ્યા બાદ જણાવ્યું હતું કે વિક્રમભાઈ અને તેમના પરિવારે મને જમાડ્યો અને ખૂબ જ સારું જમવાનું હતું.