શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: અમદાવાદ , બુધવાર, 10 જુલાઈ 2024 (16:04 IST)

અમદાવાદમાં પ્રોફેસરે સુઈ ગયેલી માતાને છરીથી રહેંસી નાંખી, પોતે ગળેફાંસો ખાધો

crime news
crime news
 શહેરમાં કોલેજના પ્રોફેસરે પહેલા પોતાની સગી માતાને છરીથી રહેંસી નાંખી અને બાદમાં પોતે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના પાછળનું કારણ હજી અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને માતા-પુત્રના મૃતદેહોનો કબજો મેળવી પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ઘટના મુદ્દે આસપાસમાં રહેતા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યાં છે. FSLની મદદ લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
 
પ્રોફેસર પુત્રએ છરીથી માતાને રહેંસી નાંખી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ફ્લેટમાં રહેતા મૈત્ર દિલીપ ભગત પ્રોફેસર તરીકે કામ કરતા હતાં. તેમણે તેમની જ 72 વર્ષીય માતા દત્તાબેન ભગતની હત્યા કરીને બાદમાં ગળેફાંસો ખાઈ પોતે આપઘાત કરી લીધો હતો.દત્તાબેન મોડી રાત્રે ઘરમાં સૂઈ રહ્યાં હતાં ત્યારે પુત્ર દિલીપે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં. આપઘાત કરનાર મૈત્ર ભગત GLS કોલેજમાં પ્રોફેસર હતા. જ્યારે મૈત્રના પિતા MBBS ડોક્ટર હતા અને 6 વર્ષ પહેલાં જ તેમનું અવસાન થયું હતું.
 
FSLની મદદ લઈને પોલીસે તપાસ શરૂ કરી
મૈત્રની બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને તે પતિ સાથે સુરતમાં રહે છે. સવારે દૂધ અને છાપુ 8 વાગ્યા સુધી ઘરના દરવાજા બહાર પડ્યું રહેતા પાડોશીઓને અજુગતું થયાની શંકા જતાં પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલ્યો હતો અને મૈત્ર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે ઘરના અંદરના રૂમમાં દત્તાબેન મૃત હાલતમાં હતાં અને મૃતદેહ નજીકથી છરી મળી આવી હતી. આ ઘટનાને લઈ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ DCP ઝોન 7, ACP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પોલીસે આ ઘટના મુદ્દે આસપાસમાં રહેતા લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યાં છે. FSLની મદદ લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.