શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2023 (11:59 IST)

સુરત ગુંગળાઈ જતા ચાર શ્રમિકોનાં મોત નિપજ્યા

નૂતન વર્ષના પ્રથમ દિવસે મંગળવારે  મોટી દુર્ઘટના બની હતી. સુરતના પલસાણા- કડોદરા રોડ પર આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઈ જતા મોત નિપજ્યા હતા

સુરતનાં પલસાણા-કડોદરા રોડ પર આવેલ રાજહંસ ટેક્ષ નામની મિલમાં ગોઝારી ઘટનાં બનવા પામી છે. મિલમાં આવેલ ટાંકી સાફ કરવા માટે ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા.

 
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સુરતના પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં આવેલી રાજહંસ ટેક્ષ નામની મિલમાં 20થી 25 ફૂટ ઊંડી ટાંકીમાં મંગળવારે ચાર જેટલા શ્રમિકો સાફ સફાઈ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન શ્રમિકોને ગુંગળામણ થતાં બેભાન બન્યા હતા. 

ત્યારે થોડા સમય બાદ ગુંગળાઈ જતા ચારેય શ્રમિકોનાં મોત નિપજ્યા હતા. જે બાદ આ મામલે કામરેજ ઈઆરસી ફાયર અને બારડોલી ફાયરને જાણ કરતા તાત્કાલિક ફાયર બ્રિગ્રેડનાં જવાનો ઘટનાં સ્થળે પહોચી ટાંકામાંથી મૃતદેહ બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી હતી. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો.