સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2023 (15:07 IST)

સુરતમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબે ઇન્જેક્શન લઈને જ આપઘાત કર્યો

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પટેલ મેડિકલ હોસ્પિટલના તબીબે આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી રહી છે. 53 વર્ષય ડૉ.ઉદય કુમારે આપઘાત કર્યો હોવાની માહિતી મળતી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

માહિતી અનુસાર, સુરતના રાંદેર રોડ પર આવેલી જાણીતી પટેલ મેડીકલ હોસ્પિટલના ડૉ ઉદય પટેલે આપઘાત કર્યો છે. આ માટે તેમણે વેક્યુનોરીયમ ઇન્જેક્શન શરીર માં ઇન્જેક્ટ કર્યું હતુ અને ઇન્જેક્શન લઈને જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.નોંધનીય છે કે, સુરતના તબીબ આલમમાં ડૉ ઉદય પટેલ ઘણું મોટું નામ છે. અને લાંબા સમયથી તેઓ રાંદેર રોડ પર આવેલી પટેલ મેડિકલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. જો કે ડૉક્ટરો કઈ સ્થિતિમાં આપઘાત કર્યો તેના પર રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

આ માટે પોલીસે તપાસ હાથ ધરી છે.ડૉ ઉદય પટેલે ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો છે. જેના કારણે વિવિધ તર્ક વિતર્કો શરૂ થયા છે. તેમજ કઈ સ્થિતિમાં તેમણે આ પગલું ભર્યું તેના અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ મામલે હાલમાં ઉદય પટેલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. જ્યાંથી પણ કેટલીક માહિતીઓ સામે આવી શકે છે