શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 1 જુલાઈ 2021 (10:47 IST)

LPG Price: આજથી LPG સિલેંડર 25 રૂપિયા મોંઘો, જાણો આ વર્ષે કેટલા વધ્યા ભાવ

સબસીડીવાળા ઘરેલુ એલપીજી સિલેંડરના ભાવ એકવાર ફરી વધારવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ ઘરમાં ઉપયોગમાં થનારા એલપીજી સિલેંડરોના ભાવમાં 25 રૂપિયા વધારી દીધા છે. આ સાથે જ રાજઘાની દિલ્હીમાં એલપીજી સિલેંડરનો ભાવ 834 રૂપિયા થઈ ગયા છે. આ પહેલા રસોઈ ગેસની કિમંત 809 રૂપિયા હતી. જો કે એપ્રિલમાં સિલેંડર 10 રૂપિયા સસ્તુ થયુ હતુ. ત્યારબાદ મે-જૂનમાં કિમંતમાં કોઈ ફેરફાર થયો નહોતો. 
 
દિલ્હીના ઉપરાંત આજથી કલકત્તામાં એલપીજી સિલેંડર 861 રૂપિયામાં વેચાય રહ્યો છે. તો બીજી બાજુ મુંબઈ અને ચેન્નઈમાં સિલેંડરની કિમંત અનુક્રમે 834 અને 850 રૂપિયામાં મળી રહ્યો છે. 
 
આ વર્ષે કેટલો વધી ગયો છે રેટ 
 
દિલ્હીમાં આ વર્ષે 1 જાન્યુઆરીના રોજ એલપીજી સિલેંડરના ભાવ 694 રૂપિયા હતો. 1 જુલાઈએ આ કિમંત 834 રૂપિયા છે. એટલે આ વર્ષે 138 રૂપિયા ઘરેલુ ગેસના ભાવ વધી ગયા છે. 4 ફેબ્રુઆરીના રોજ ભાવ વધારીને 719 રૂપિયા પ્રતિ સિલેંડર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ભાવ 769 રૂપિયા અને 25  ફેબ્રુઆરીએ ભાવ 794 રૂપિયા કરવામાં આવ્યો. એક માર્ચના રોજ સિલેંડરનો ભાવ 819 રૂપિયા કરવામાં આવ્યો. એપ્રિલમાં 10 રૂપિયાની કપત કરવામાં આવી છે. ત્યારબદ હવે જુલાઈમાં ભાવ 834 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 
 
બીજી બાજુ દિલ્હીમાં 19 કિલોવાળા સિલિન્ડરની કિંમત 76.50 રૂપિયાથી વધારીને 1550 રૂપિયા કરવામાં આવી છે. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, 1 જૂને દિલ્હીમાં આ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયા ઘટાડો થયો હતો. હાલમાં કોલકાતા, મુંબઇ, ચેન્નઈમાં 19 કિલોવાલા સિલિન્ડરનો ભાવ અનુક્રમે 1651.50, 1507, 1687.50 રૂપિયા છે.