બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (16:27 IST)

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

Sitaram Yechuri
ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીની લાંબી બીમારી પછી 72 વર્ષની આયુમા નિધન થયુ છે. જેની ચોખવટ સીપીએમ અને એમ્સ સાથે જોડાયેલા સૂત્રોએ કરી છે.  તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ છેલ્લા અનેક દિવસોથી દિલ્હીના એમ્સમાં દાખલ હતા. 
 
સીતારામ યેચુરીના નિધન પર ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક પક્ષોના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે થોડા વર્ષો પહેલા સંસદમાં મારા સાથી રહેલા સીતારામ યેચુરીના નિધન વિશે સાંભળીને દુઃખ થયું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.