ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : શુક્રવાર, 19 જાન્યુઆરી 2024 (00:56 IST)

મહારાણા પ્રતાપ પુણ્યતિથિ - મહારાણા પ્રતાપના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં.

Maharana pratap Jayanti
મહારાણા પ્રતાપ પુણ્યતિથિ  -  મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં થયો હતો.  મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં રાજપૂઓના એક હિંદુ પરિવાર માં થયો હતો તે સિસોદિયા વંશના વંશજ હતા. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. 19 જાન્યુઆરી 1597ના રોજ મહારાણા પ્રતાપનું અવસાન થયું અને ત્યાં સુધીમાં તેમણે તેમના મેવાડને ખૂબ સુરક્ષિત બનાવી દીધું હતું.
 
ભાઈ બેનમાં સૌથી મોટા હોવાના કારણે શાહી દરબારના વરિષ્ટ દરબારીઓએ પ્રતાપને તેમના પિતા ઉદય સિંહ દ્વીતીયના નિધન પછી આવતા રાજાના રૂપમાં જવાબદારી સંભાળવાની સિફારિશ કરી. મહારાણા પ્રતાપ એક મહાન રાજા સિદ્ધ થયા. જેણે તેમની પ્રજાની દેખભાલ કરી અને તેમણે દમનકારી મુગલ શાસનથી સુરક્ષિત રાખ્યા. 
 
મહારાણા પ્રતાપ જયંતી આજે તેમના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં. 
 
મહારાણા પ્રતાપએ તેમની મા પાસેથી  યુદ્ધ કૌશલની શિક્ષા ગ્રહણ કરી હતી.  મહારાણા પ્રતાપએ હલ્દીઘાટીના યુદ્દમાં અકબરને પૂર્ણ ટ્ક્કર આપી હતી. જ્યારે મહારાણા પ્રતાપની પાસે માત્ર 20 હજાર સૈનિક હતા અને અકબરની પાસે આશરે 85 હજાર સૈનિકોની સેના હતી. તે છતાં આ યુદ્ધને  અકબર જીતી શક્યો નહોતો. 
 
મહારાણા પ્રતાપના ભાલાનુ વજન 81 કિલો અને છાતીના કવચનુ  વજન 72 કિલો હતુ  
મહારાણા પ્રતાપ ક્યારે પણ મુગ્લોના સામે નમ્યા નથી. દરેક વાર તેમણે મુગલોને કરારો જવાબ આપ્યો. 
મહારાણા પ્રતાપનો સૌથી પ્રિય ઘોડાનુ  નામ ચેતક હતો. તે ઘોડો પણ બહાદુર હતો. હલ્દી ઘાટીમાં આજે પણ ચેતકની સમાધિ બની છે. હલ્દી ઘાટીના યુદ્ધના દરમિયાન જ ચેતકની મૃત્યુ થઈ ગઈ હતી.