સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 જૂન 2022 (13:23 IST)

હાર્દિક પટેલની ભાજપમાં વિધિવત એંટ્રી, સીઆર પાટીલે કેસરિયો પહેરાવીને કર્યુ સ્વાગત

hardik patel
હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે. પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલે આજે બીજેપીમાં એંટ્રી કરતા પહેલા  તેમના નિવાસસ્થાને દુર્ગાપાઠ પૂજન કર્યું હતું. એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. હવે કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો કર્યો. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
shweta
. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
 
શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માંગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી તે કોંગ્રેસની સૌથી મોટી કમી છે.