મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2022 (17:02 IST)

કૉંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં શશી થરૂરે પોતાની હાર સ્વીકારી

કૉંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનાં પરિણામોની હજી ઔપચારિક જાહેરાત થઈ નથી. પણ શશી થરૂરે ટ્વીટ કરીને પોતાના સમર્થકોનો આભાર માન્યો છે.
 
17 ઑક્ટોબરે કૉંગ્રેસ અધ્યક્ષના પદ માટે ચૂંટણી થઈ હતી. આ પદ માટે થરૂરનો મુકાબલો મલ્લિકાર્જુન ખડગે સાથે હતો.
 
સોમવારે કૉંગ્રેસ પ્રમુખના પદ માટે ચૂંટણી યોજાઈ હતી અને દેશભરમાં 68 મતદાનમથકો સ્થાપવામાં આવ્યાં હતાં; કુલ 9,915 પ્રદેશ કૉંગ્રેસ કમિટી (પીપીસીસી) પ્રતિનિધિઓ પૈકી 9,500 થી વધુ સભ્યોએ મતદાન કર્યું હતું. મતદાન જે તે રાજ્ય એકમ કાર્યાલયો અથવા અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (એઆઈસીસી)ના મુખ્યાલયમાં કર્યું હતું.
 
મતગણતરી બંને ઉમેદવારના પાંચ એજન્ટોની હાજરીમાં થશે. મોટી ફેરબદલ ન થાય તો સોનિયા ગાંધીના વિશ્વાસુ ખડગે પાર્ટીના વડા તરીકેના મજબૂત દાવેદાર મનાય છે.
 
કૉંગ્રેસના 137 વર્ષ જૂના ઈતિહાસમાં આ માત્ર છઠ્ઠી વખત પાર્ટીના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. અગાઉના પ્રસંગે, 1998માં, સોનિયા ગાંધીએ જિતેન્દ્ર પ્રસાદને હરાવ્યા, અને ડિસેમ્બર 2017 સુધી આ પદ સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે તેમના પુત્ર રાહુલ ગાંધીને પદભાર સોંપ્યો હતો.
 
જો કે, 2019માં, તે વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામેની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યું હતું.
 
રાહુલ ગાંધીએ પદ છોડતાં સોનિયા ગાંધી કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે પરત ફર્યાં હતાં.