સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (11:04 IST)

Pulwama Terror Attack LIVE Updates: CRPFના 40 જવાન શહીદ, CCSની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટો નિર્ણય થવાની શક્યતા

- અમે સીસીએસના બધા મુદ્દાને બતાવી નથી શકતા. વિદેશ મંત્રાલય બધા કૂટનીતિક પગલા ઉઠાવશે. પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લેવામાં આવ્યો. પાકિસ્તાનને દુનિયા જુદો પાડશે અને અમે આ કામને કરીશુ. પુલવામાં આતંકી હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે - અરુણ જેટલી 
 
- શહીદોના મૃત શરીર લાવવા માટે વિમાન મોકલાવ્યુ છે. સીસીએસમાં પુલવામાં હુમલા પર ગંભીર ચર્ચા થઈ - અરુણ જેટલી 
- સીસીએસની બેઠકમાં બે મિનિટનુ મૌન રાખવામાં આવ્યુ - અરુણ જેટલી 
- નાણાકીય મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ મીડિયા સાથે વાત કરી રહી છે. 
- ગૃહમંત્રી રાજનાથ સિંહ શ્રીનગરના રવાના થઈ ચુક્યા છે. તેઓ એ સ્થાન પર પણ જશે જ્યા આતંકી હુમલો થયો હતો. એનએસજી અને એનઆઈની ટીમ પણ શ્રીનગર જઈ રહી છે. 
 
- થોડી વારમાં દેશની રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ નિવેદન આપવાની છે. નાણાકીય મંત્રી અરુણ જેટલી પણ મીડિયા સાથે વાત કરીશુ. 
 
-સુરક્ષા મામલા પર કૈબિનેટ કમિટીની બેઠક ખતમ થઈ ગઈ છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ જલ્દી જ શ્રીનગર માટે રવાના થશે. 

-ગુરૂવારે જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લાના અવંતીપોરામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ CRPFના કાફલા પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમા 40થી વધુ જવાન શહીદ થઈ ગયા છે. 
 
- દરેક બાજુ માતમ જ માતમ 
- ઈંડિયન   એયરફોર્સની સી-17 વિમાન શહીદ જવાનોના પાર્થિવ શરીરને લાવવા માટે શ્રીનગર  જઈ રહ્યુ છે. 
- રૂસના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે વાત કરી છે. તેમણે પુલવામાં આતંકી હુમલા પર પોતાની ઊંડી સંવેદના પ્રકટ કરી છે. આ સાથે જ તેમણે આ વીબત્સ આતંકી હુમલાની નિંદા પણ કરી છે.  પુતિને કહ્યુ કે આ હુમલામાં સામેલ લોકોને દંડિત કરવા જોઈએ. 
-સુરક્ષા મામલાની કૈબિનેટ કમિટીની બેઠક પ્રધાનમંત્રી રહેઠાણ, 7 લોક કલ્યાણ માર્ગ પર ચાલી રહી છે. 
 
- શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારમાં શોકનુ વાતાવરણ 
- પૂર્વ થલ સેના પ્રમુખ વિક્રમ સિંહે કહ્યુ કે સ્થાનિક યુવકને કટ્ટરપંથી બનાવી દીધો. તેણે કાફલા પર ફિદાઈન હુમલો કર્યો. આ સ્થાનીક આતંકવાદીઓ વધી રહ્યા છે એ બતાવે છે. આ તથ્ય પણ છે કે કટ્ટરપંથનુ સ્તર વધી ગયુ છે. 
- પુલવામા આતંકી હુમલા પછી પ્રધાનમંત્રી મોદીની મધ્યપ્રદેશના ઈટારસીમાં થનારી રેલીને રદ્દ કરવામાં આવી છે. 
- પુલવામાં આતંકી હુમલા પછી બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજના બધા રાજનીતિક કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. 
- દિલ્હીના પીએમ રહેઠાણ પર CCS ની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણાકીય મંત્રી અરુણ જેટલી સહિત ત્રણ સેનાના પ્રમુખનો પણ સમાવેશ છે. આ બેઠકની અધ્યક્ષતા ખુદ પ્રધાનમંત્રી મોદી કરી રહ્યા છે. 
-  પૂર્વ થલસેના અધ્યક્ષ જનરલ વિક્રમ સિંહે કહ્યુ છેકે પુલવામાં આતંકી હુમલો આતંકવાદીઓની રણનીતિમાં ફેરફારની તરફ ઈશારો કરે છે. આઈઈડીનો ઉપયોગ ખૂબ લાંબા સમય પછી થયો છે. આઈઈડીનો ઉપયોગ પહેલા થતો હતો. જ્યારે 2001-02 દરમિયાન ત્યા હતો ત્યારે આ સામાન્ય વાત હતી પણ પછી તેઓ દૂરથી ગોળીઓ ચલાવીને હુમલો કરવા લાગ્યા હતા. 
 
- પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાન રતન ઠાકુરના પિતાએ કહ્યુ કે મે મારા પુત્રની માતૃભૂમિની સેવામાં કુરબાની આપી છે.  હુ મારા બીજા પુત્રને પણ લડ્વા માટે મોકલીશ. માતૃભૂમિ માટે જીવ આપવા તૈયાર છે પણ પાકિસ્તાનને આનો કરારો જવાબ આપવાની જરૂર છે.