શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 14 જૂન 2018 (13:02 IST)

ભાઈઓએ જમીન પચાવી પાડતાં બહેનનો આત્મવિલોપનનો પ્રયાસ

રાજકોટના કુવાડવા રોડ પર શિવશક્તિ પાર્કમાં રહેતા પ્રેમીબેન નામની મહિલાએ તેમના ભાઇઓ મુળજીભાઇ, ધીરૂભાઇ, હરિભાઇ અને તેમના દીકરાઓએ અંદાજે રૂ.100 કરોડની વારસાઇ જમીન પચાવી પાડી છે. બીજાના અંગૂઠાના આધારે જમીન પચાવી પાડ્યા બાદ તંત્રના ઉચ્ચ અધિકારીઓને લાંચ આપી બિનખેતી કરાવવા કારસો ઘડ્યાનો આક્ષેપ ક્યો હતો. આજે પ્રેમીબેન સહિત 3 લોકો ન્યાય માટે કલેક્ટર કચેરીએ આવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી લીધી હતી. કેરોસીન છાંટતા પોલીસ તુરંત જ પાણીના બોટલ છાંટી દીધી હતી. 5 દિવસ પહેલા જ પ્રેમીબહેને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને ઉદ્દેશીને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, મારા ભાઇઓએ અગાઉ આ ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવા અરજી કરી હતી. જેમાં અમે વાંધો રજૂ કરતા અને સૂચિત સોસાયટીમાં બાંધકામ હોય, સિવિલ કોર્ટમાં કેસ પેન્ડિંગ હોય, ટીપી મુજબ રેકોર્ડમાં વિસંગતતા હોય અને જમીન બાંધકામને નડતર વૃક્ષો હોય જેવા કારણોસર બિનખેતીની અરજી ગ્રાહ્ય રાખી ન હતી. આમ બિનખેતીની અરજી બબ્બે વખત ગ્રાહ્ય ન રખાયા બાદ હાલના અધિકારીઓ દ્વારા તેને બિનખેતીમાં ફેરવવા નિર્ણય કરાયો છે. આજે તે કલેક્ટર કચેરીએ કેરોસીન છાંટી આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો તે મોટુ પગલું ભરે તે પહેલા જ પોલીસે તેની અટકાય કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉથી જ આત્મવિલોપની ચીમકી આપતા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.