રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 એપ્રિલ 2018 (23:01 IST)

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવા આવતાં સંગઠનો પર પોલીસનો લાઠી ચાર્જ

એસસી-એસટી એક્ટના કાયદામાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર દલિત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વલસાડ, નવસારી સહિત સુરતમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લઈને સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન ટેક્સટાઈમ માર્કેટ બંધ કરવવામાં આવતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી છે. થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા. જેને લઈને દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

જેને પગલે ભારતભરમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલસાડ અને નવસારીમાં દલિત સંગઠનો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યારે સુરતમાં દલિત સંગઠનો દ્વારા રિંગરોડ આંબેડકર પ્રતિમા પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ભારતબંધના એલાનના પગલે સુરત પોલીસ દ્વારા પહેલાં જ સાવચેતીના પગલે ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.