ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (11:16 IST)

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે નહીં?

ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવે અને ભારતીબેન કુંચાલાની પુત્રી ઈશાનીનું એક ગીત આજે તેની યૂટયૂબ ચેનલ પર રીલિઝ થયું છે. ઈશાનીએ ખૂબજ નાની ઉંમરે ગીત ગાવાનું શરુ કર્યું હતું. કહેવાય છે ને કે મોરના ઈંડા ચીતરવા નોં પડે બસ આ કહેવતને સાર્થક કરતાં જ ઈશાનીએ તેના પિતાની સાથે માત્ર 12 વર્ષની ઉંમરે લંડન ખાતે રોયલ આલ્બર્ટ હોલમાં પ્રથમ વાર સ્ટેજ પર પર્ફોમન્સ કર્યું હતું.

શાળાનો અભ્યાસ પુરો કર્યા બાદ ઈશાની સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ત્યાર બાદ ભારત પરત ફરીને તેણે ચેન્નઈમાં ઓસ્કાર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર.રહેમાનની સાથે કે.એમ.સંગીત સંરક્ષક સાથે જોડાઈ હતી.  પછી તેણે ગુજરાત પરત ફરીને સ્ટેજ શો અને સંગીતમાં સ્વરાંકન કરવાનું નક્કી કર્યું.

યૂટ્યબ ચેનલ પર તેનું પ્રથમ ગીત ઘણી ખમ્મા હતું. જે ભાઈ અને બહેનના સંબંધ પર આધારિત હતું. તેણે ગુલાબી, ગરબડિયો, પાપા પગલી જેવા હિટ ગીતો આપ્યાં. તેણે ગુલાબી નામના સોંગ માટે શ્રેષ્ઠ પ્લે બેક સિંગરનો એવોર્ડ પણ મેળવ્યો હતો. હવે તેણે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે ચાલો આપણે થોડા વધુ ગુજરાતી બનીએ નામનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં તેણે જુના લોક સંગીત તથા કવિતાઓને આવરી લેવા માટેના પ્રયત્નો હાથ ધર્યાં છે.

તે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર # લેટ્સ બી લીટલ મોર ગુજરાતી ના હેશટેગનો ઉપયોગ કરી રહી છે. આ અભિયાનનું પ્રથમ ગીત એટલે વધાવો છે. વધાવો નામનું ગીત એક લગ્નગીત છે. જે કન્યાની ભાવનાત્મક યાત્રા વિશે વાતો કરે છે.