રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: બુધવાર, 14 નવેમ્બર 2018 (18:06 IST)

દ્રોપદીને સૌથી વધુ પ્રેમ કરતો હતો આ પાંડવ, પણ દ્રોપદી કોઈ અન્યને પ્રેમ કરતી હતી ?

રાજા દ્રુપદની પુત્રી દ્રોપદીએ પાંચ પાડવો યુધિષ્ઠિર, અર્જુન ભીમ નકુલ અને સહદેવ સાથે લગ્ન કર્યા હતા. દ્રોપદી આ પાંચ પાંડવોમાંથી સૌથી વધુ પ્રેમ અર્જુનને કરતી હતી પણ પોતાની નય પ્રત્ની સુભદ્રા પર એકાધિકારથી અર્જુનને શાંતિ મળતી હતી. બીજી બાજુ પાંડવોમાંથી ભીમ જ એકમાત્ર એવા પાંડવ હતા જે દ્રોપદીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. 
 
દ્રોપદીને આ વાતથી લઈને તકલીફ થતી રહેતી હતી કે અર્જુન પોતાની અન્ય પત્નીઓ સુભદ્રા, ઉલૂપી, ચિત્રાંગદાથી પ્રેમવ્યવ્હારમાં વ્યસ્ત રહેતા હતા. યુધિષ્ઠિર અને દ્રોપદીનોસંબંધ ધર્મ સાથે હતો. નકુલ સહદેવ સૌથી નાના હતા. તેથી તેઓ બાકી ભાઈઓનુ અનુસરણ કરતા હતા. આ સૌ વચ્ચે ભીમ જ એવા વ્યક્તિ હતા જે દ્રોપદીને ખૂબ પ્રેમ કરતા 
 
હતા. જેને તેમણે અનેક રીતે પ્રદર્શિત પણ કર્યો. પણ તેનો અહેસાસ દ્રોપદીને ખૂબ સમય પછી થયો. 
 
ભીમ દ્રોપદીને સૌથી વધુ પ્રેમ કરતા  હતા અને તેમણે દ્રોપદીનો દરેક પગલે સાથ આપ્યો હતો. સાથે જ તે દ્રોપદીની દરેક ઈચ્છા પૂરી કરતા હતા. કેટલાક ઉદાહરણોથી આ 
 
જાની શકો છો.. જેવા કે.. 
 
- ભીમે કુબેરના અદ્દભૂત ઉદ્યાનમાંથી દ્રોપદી માટે દિવ્ય સુગંધવાળા ફુલ લાવ્યા હતા 
- ભીમે મત્સ્ય વંશના રાજા કીચકનો વધ કર્યો કારણ કે તેણે દ્રોપદી સાથે દુર્વ્યવ્હાર કર્યો હતો 
- વનવાસ દરમિયાન ગાઢ જંગલમાં ભીમ દ્રોપદીને પોતાની ભુજાઓ પર બેસાડીને ચાલતાહતા. જેનાથી તેને ચાલવામાં કષ્ટ ન પડે. 
- ભીમે જ દ્રોપદી ચીર હરણ પછી 100 કૌરવોનો અંત કરવાનુ વચન લીધુ. 
- અજ્ઞાતવાસ દરમિયાન જ્યારે દ્રોપદીને રાણી સુદેશનાની દાસી બનવુ પડ્યુ તો ભીમને અપાર કષ્ટ થયુ. 
- મહાભારત યુદ્ધના 14માં દિવસે ભીમે જ ચીરહરણ કરનારા દુશાસનનો વધ કરીને તેની છાતીનુ લોહી દ્રોપદીના વાળ ધોવા માટે આપ્યુ. જ્યારબાદ જ દ્રોપદીએ 15 વર્ષ પછી  
 
ફરી પોતાના વાળ બાંધ્યા 
- આ રીતે જોવ જઈએ તો દ્રોપદી માટે ભીમે ઘણા એવા કામ કર્યા જેનાથી એ જાણ થાય છે કે તેઓ દ્રોપદીને કેટલો પ્રેમ કરતા હતા.