ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (11:29 IST)

નવસારીમાં મહિલાએ ઘાયલ કરીને ભાગેલા દીપડાની શોધ, લોકોએ ઘાયલ દીપડાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયો

નવસારીના વન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના નવસારીને બારડોલીથી જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર નસીરપુર ગામમાં બની હતી, જ્યાં એક પુખ્ત દીપડો મુખ્ય માર્ગ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયો હતો.
 
નવસારીમાં ગુરુવારે રાત્રે એક 25 વર્ષીય મહિલા મુખ્ય માર્ગની વચ્ચે બેઠેલા દીપડાનો વીડિયો બનાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે ઘાયલ દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. મહિલાને એક રાહદારીએ બચાવી હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.  ઘાયલ થયેલો દીપડો રસ્તા પર હતો ત્યારે જ લોકો ત્યાં નજીકમાં જોવા માટે ઊભા હતા. પરંતુ, અચાનક જ દીપડાએ સ્વસ્થતા કેળવી લોકોની પાછળ દોટ મૂકતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. દીપડાથી જીવ બચાવવા ભાગી રહેલા લોકો ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા.
 
નવસારીના વન અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટના નવસારીને બારડોલીથી જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર નસીરપુર ગામમાં બની હતી, જ્યાં એક પુખ્ત દીપડો મુખ્ય માર્ગ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહનની અડફેટે આવી ગયો હતો.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે મહિલા બારડોલીના ઓંચી ગામમાં મોપેડ પર તેના ઘરે પરત ફરી રહી હતી ત્યારે તેણે દીપડાને જોયો અને તેનું શૂટિંગ શરૂ કર્યું. જેવી તે તેની નજીક આવી કે દીપડાએ તેના પર હુમલો કર્યો અને તેનો હાથ પકડી લીધો. અધિકારીઓએ જણાવ્યું કે ત્યાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિએ મદદ માટે તેની ચીસો સાંભળી, તેને બચાવ્યો અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો.
 
વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ દીપડો નજીકના ખેતરમાં ઘુસી ગયો હતો.