બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગણતંત્ર દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (18:59 IST)

Netaji Subhas Chandra Bose Jayanti 2020: આજે છે નેતાજી સુભાષ ચંદ્ર બોસની જયંતી, જાણો તેમના વિશે 10 ખાસ વાતો

નેતાજી સુભાષ ચંદ્ર બોસનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો. તેમણે પહેલા ભારતીય સશસ્ત્ર બળની સ્થાપના કરી હતી જેનુ નામ આઝાદ હિંદ ફોજ રાખ્યુ હતુ. તેમની તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા ના નારા સાથે ભારતીય દિલોમાં દેશભક્તિની ભાવનાની વધુ બળવાન રહેતી હતી.  આજે તેમના આ નારા દ્વારા બધાને પ્રેરણા મળે છે. 
 
- નેતાજીનો જન્મ ઓડિશામાં થયો હતો અને તેઓ બ્રિલિયંટ સ્ટુડેંટ હતા. શાળા અને યુનિવર્સિટી બંનેમાં હંમેશા તેમની ટૉપ રૈક આવતી હતી. 1918માં તેમણે ફિલોસ્ફ્રીમાં ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસ સાથે પુરૂ કર્યુ. 
 
- 1920માં તેમણે સિવિલ સર્વિસની પરિક્ષા ઈગ્લેંડમાં પાસ કરી હતી. જો કે થોડા દિવસ પછી 23 એપ્રિલ 1921માં તેમણે ભારતીય સ્વતંત્રતા સંઘર્ષને જોતા રાજીનામુ આપી દીધુ હતુ 
 
- 1920 અને 1930માં તેઓ ઈંડિયન નેશનલ કોંગ્રેસના યુવા અને કટ્ટરપંથી નેતાઓમાં ઓળખાવા લાગ્યા. ત્યારબાદ 1938 અને 1939માં તેઓ ઈંડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા. 
 
- 1921થી 1941 દરમિયાન તેઓ પૂર્ણ સ્વરાજ માટે અનેકવાર જેલ પણ ગયા હતા. તેમનુ માનવુ હતુ કે અહિંસા દ્વારા સ્વતંત્રતા નથી મેળવી શકાતી. 
 
- બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે સોવિયત સંઘ, નાજી જર્મની, જાપાન જેવા દેશોની યાત્રા કરી અને બ્રિટિશ સરકાર વિરુદ્ધ મદદ માંગી. ત્યારબાદ જાપાનમાં તેમણે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી. 
 
 - પહેલા આ ફોજમાં એ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો જેમને જાપાને કૈદી બનાવ્યા હતા. પછી આ ફોજમાં બર્મા અને મલાયામાં સ્થિત ભારતીય સ્વયંસેવક પણ જોડાય ગયા. સાથે જ તેમા દેશની બહાર રહેતા લોકો પણ આ સેનામાં સામેલ થઈ ગયા. 
 
- તેમણે આઝાદ હિંદ રેડિયો સ્ટેશન જર્મનીમાં શરૂ કર્યુ અને પૂર્વી એશિયામાં ભારતીય રાષ્ટ્રીય આંદોલનનુ નેતૃત્વ કર્યુ. સુભાષ ચંદ્ર બોસ માનતા હતા કે ભગવાત ગીતા તેમને માટે પ્રેરણાનુ મુખ્ય દ્વાર હતુ. 
 
 
- જલિયાવાલા બાગ હત્યાકાંડએ તેમને એટલા વિચલિત કરી દીધા કે તેઓ ભારતની આઝાદેનીએ લડાઈમાં કૂદી પડ્યા. 
 
- નેતાજીએ કોલેજના દિવસોમાં એક અંગ્રેજી શિક્ષકના ભારતીયો માટે આપત્તિજનક નિવેદન પર તેમણે ઘણો વિરોધ કર્યો.  જેને લીધી તેમને કોલેજમાંથી બહાર કરવામા આવ્યા અહ્તા. 
 
- 1941માં તેમણે એક ઘરમાં નજરકેદ કરીને રાખવામાં આવ્યા અહ્તા. જ્યાથી તેઓ ભાગી નીકળ્યા. નેતાજી કારથી કોલકાતાથી ગોમો માટે નીકળી પડ્યા.  અહીથી તેઓ ટ્રેન દ્વારા પેશાવર માટે ચાલી નીકળ્યા.  ત્યાથી તેઓ કાબૂલ પહોંચ્યા નએ પછી કાબુલથી જર્મની રવાના થઈ ગયા જ્યા તેમની મુલાકાત અડૉલ્ફ હિટલર સાથે થઈ.